ક્વીન એલિઝાબેથ દ્રિતીયએ અમૃતસરમાં જલિયાવાલા બાગની મુલાકાત લીધી તે સમયની ફાઇલ તસવીર(Photo by DOUGLAS E. CURRAN/AFP via Getty Images)

રાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે નિધન થતાં ભારતીયોમાં પણ શોકની લહેર પ્રસરી હતી. રાણીનાં ભારત સાથેનાં અનેક સંસ્મરણો છે. ભારત બ્રિટિશ રાજમાંથી આઝાદ થયા પછી 1952માં બ્રિટનની રાજગાદી પર બિરાજમાન થનારા તેઓ પ્રથમ રાણી હતા. તેઓ તેમના શાસનકાળમાં 1961, 1983 અને 1997માં ભારતની ત્રણ વાર મુલાકાતે ગયા હતા. ભારતની મુલાકાત દરમિયાન તેમણે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કેભારતીયોના ઉષ્માસભર આતિથ્ય, સત્કારની સાથે તેમની સમૃદ્ધિ અને વૈવિધ્યતા આપણા સહુ માટે પ્રેરણાદાયી છે.’   

1961માં રાણી અને તેમના પતિ સ્વ. પ્રિન્સ ફિલિપે તત્કાલિન બોમ્બેમદ્રાસ અને કલક્તાની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓ આગ્રાનો તાજમહેલ પણ જોવા ગયા હતા અને નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. 

ભારતના પ્રથમ પ્રેસિડેન્ટ ડો. રાજેન્દ્ર પ્રસાદના આમંત્રણને માન આપીને આ રાજવી દંપતી પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યું હતું. આ ઉપરાંત તેમણે દિલ્હીના રામલીલા મેદાનમાં હજ્જારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને કોટ અને હેટ પહેરી સંબોધન કર્યું હતું. 

1983માં ભારતમાં આયોજિત કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગ (CHOGM)માં ઉપસ્થિત રહેવા માટે ત્યાં ગયા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે ત્યાં મધર ટેરેસાને મળીને તેમનું માનદ્ ‘ઓર્ડર ઓફ ધ મેરિટ’થી સન્માન કર્યું હતું. આ ઉપરાંત તેઓ ભારતની આઝાદીના 50 વર્ષની ઉજવણી પ્રસંગે હાજર રહ્યા હતા. એ પ્રસંગે તેમણે બ્રિટિશ શાસનના ઇતિહાસની દુઃખદ ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

તેમણે એક સન્માન સંબોધનમાં જણાવ્યું હતું કેઆપણા ભૂતકાળમાં કેટલીક કઠીન ઘટનાઓ  હતી તે છૂપાયેલી નથી. જલિયાંવાલા બાગ હત્યાકાંડની ઘટના તેનું દુઃખદ ઉદાહરણ છે.’ પછી  અમૃતસરમાં 1919માં જલિયાંવાલાં બાગ હત્યાકાંડ થયો હતો તે સ્થળની આ રાજવી દંપત્તીએ મુલાકાત લીધી હતી અને ત્યાં સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બ્રિટિશ રાજમાં ઘટેલી આ ઘટનામાં બ્રિટિશ જનરલ ડાયરના આદેશના પગલે હજ્જારો લોકોને મોતને ઘાટ ઉતારાયા હતા અને ભારતીયો તરફથી માફી માગવાની વ્યાપક માગણી થઇ હતી. 

જોકેવીતેલા વર્ષોમાં રાણીએ ભારતના ત્રણ પ્રેસિડેન્ટનું પણ બ્રિટનમાં સ્વાગત કર્યું હતું તેમાં ડો. રાધાક્રિષ્નન (1963), આર. વેંકટરમણ (1990) અને પ્રતિભા પાટિલ (2009)નો સમાવેશ થાય છે. 

2009માં બકિંગહામ પેલેસ ખાતે પ્રેસિડેન્ટ પાટીલના એક સત્કાર સમારંભમાં સંબોધન વેળાએ રાણીએ જણાવ્યું હતું કે, ‘બ્રિટન અને ભારતની ભાગીદારીનો એક લાંબો ઇતિહાસ છેજે આજે આ નવી સદી માટે એક નવી ભાગીદારીના નિર્માણમાં શક્તિનો મજબૂત સ્ત્રોત છે.’ 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આપણા લગભગ બે મિલિયન નાગરિકો ભારત સાથે વંશીય અને સ્થિર પારિવારિક સંબંધો થકી જોડાયેલા છે. યુકેના સૌથી ગતિશીલ અને સફળ સમુદાયોમાં ભારતીયો સ્થાન ધરાવે છે. આપણા બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત અને ઊંડા પાયા પર નિર્માણ પામ્યા છેઅને તે 21મી સદી માટે યોગ્ય છે.’ 

રાણીના નિધન પછી દેશમાં ઓપરેશન લંડન બ્રિજ લાગુ કરાયું છે, જે એક પ્રકારનો પ્રોટોકોલ છે અને બ્રિટનના રાજવી સર્કલે ગુરુવારે તે જાહેર કરાયો હતો.  

આ સાથે જ ઓપરેશન સ્પ્રિંગ ટાઇડ પણ લાગુ કરાયું છે. તે અંતર્ગત રાણીના પુત્ર અને તેમના ઉત્તરાધિકારી પ્રિન્સ ચાર્લ્સ-પ્રિન્સ ઓફ વેલ્સને રાજગાદી સોંપવામાં આવી હતી. 

લંડન બ્રિજ ઇઝ ડાઉન’ એ કથિત રીતે એક એવી પરંપરા છે જેમાં રાણીનાં નિધનની જાણ વડાંપ્રધાન લિઝ ટ્રસને ક્વીનના પ્રાઇવેટ સેક્રેટરીએ કરી હશે. તેઓ કેબિનેટ સેક્રેટરી અને વરિષ્ઠ અધિકારીઓની પ્રિવી કાઉન્સિલ અને પ્રધાનોને પણ તે અંગે જાણ કરે છે.  

ધ ફોરેનકોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (એફસીડીઓ)ના ગ્લોબલ રીસ્પોન્સ સેન્ટર પર યુકેની બહાર એવા દેશોની સરકારોને જાણ કરવાની જવાબદારી હોય છેજ્યાં રાણી દેશનાં વડાં છેપછી તેઓ ભારત સહિત અન્ય કોમનવેલ્થ દેશોને નિધન અંગે જાણ કરે છે. રાણીનાં મૃત્યુના દિવસને ડી-ડે તરીકે ઓળખવામાં આવે છે. 

સ્કોટલેન્ડના બાલમોરલ કાસલ ખાતે 15મા તરીકે વડાંપ્રધાન લિઝ ટ્રસની નિમણૂક કર્યાના ગણતરીના દિવસોમાં જ તેમનું નિધન થયું હતું. તેઓ ત્યાં સમરમાં રહેવા માટે માટે ગયા હતા. રાણી મુસાફરી નહીં કરી શકે તે નક્કી થતાં ઇતિહાસમાં પ્રથમવાર કોઇ બ્રિટિશ વડાંપ્રધાનની નિમણૂક લંડનના બકિંગહામ પેલેસમાં નહોતી થઇ. તેઓ ગત વર્ષથી ચાલવામાં થોડી તકલીફ અનુભવતા હતા અને તેઓ વોકિંગ સ્ટિકનો ઉપયોગ કરતા હતા. આ વર્ષે જુન મહિનામાં યુકેમાં રાણીના અધિકૃત સત્તાવાર જન્મદિન સાથે તેમનાં સૌથી લાંબા કાર્યકાળની પ્લેટિનમ જ્યુબિલીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમનાં પતિ પ્રિન્સ ફિલિપનું ગત એપ્રિલમાં 99 વર્ષની વયે નિધન થયું હતું.

LEAVE A REPLY