Navkar Mantra For Kids - My First Jain Prayer Book

નર્સરીના જોડકણાં અને પ્રખ્યાત પાત્રો સાથેની ઘણી બધી બેબી બુક્સ બજારમાં મળે છે. પરંતુ લંડનમાં રહેતા મીરા અને શામિલ રૂપાણીને તેમની નાની દિકરી માટે જૈન ધર્મનું પુસ્તક શોધવા ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. તેઓ પોતાની દિકરીને અને તેના જેવા બાળકોને એક બેડ ટાઇમ સ્ટોરી બુકના સ્વરૂપે જૈન ધર્મના આધ્યાત્મિક પાઠ અને  પૃથ્વિ પર જીવતા બધા જીવો પ્રત્યે કરુણા કઇ રીતે રાખવી તે સમજાવવા માંગતા હતા. બાળકો માટે જરૂરી આ પુસ્તક પ્રકાશિત થયાને હવે એક વર્ષ થવા આવ્યું છે.

તેમના બાળકો રિયા અને રાહુલ ઉપરાંત અન્ય જૈન અને જૈન ન હોય તેવા બાળકોને નવકાર મંત્ર અને અન્ય પ્રાર્થનાઓના ગહન અર્થ સાથે જૈન ધર્મમાં તેમની યાત્રા શરૂ કરતી વખતે અનુસરવાની સુંદર માહિતી આ સચિત્ર પ્રાર્થના પુસ્તકમાં સમાવવામાં આવી છે. આ પુસ્તક માતાપિતા દ્વારા તેમના માસુમ બાળકોને દરરોજ બેડ ટાઇમ બુક તરીકે વાંચી સંભળાવવામાં આવે તો તે તેમના આધ્યાત્મિક વિકાસને પ્રોત્સાહિત કરે છે અને તેમના હૃદય અને મનને તેના ઉપદેશો માટે ખોલે છે.

આ પુસ્તકના લેખકો, મીરા અને શામિલ રૂપાણી લંડન સ્થિત દંપત્તિ છે. તેમણે સાથે મળીને ‘લિટલ મંત્ર બુક્સ’ બનાવી છે જેનો ઉદ્દેશ્ય શક્તિશાળી સંદેશાઓ સાથે સુંદર ચિત્રો દ્વારા ભાવિ પેઢીઓને શિક્ષિત અને પ્રેરણા આપવાનો છે. બાળકો માટેનું તેમનું પ્રથમ પુસ્તક ‘’નવકાર મંત્ર માય વેરી ફર્સ્ટ જૈન પ્રેયર’ બાળકોને આ જાણીતી પ્રાર્થનાનો અર્થ સમજાવે છે અને જૈન ધર્મની દુનિયામાં તેમની આંખો ખોલે છે.

એક નવું – ચાલવાનું શીખતા બાળકના માતા-પિતા તરીકે મીરા અને શામિલ દરરોજ સાંજે સૂતા પહેલા પોતાના બાળકને આ પ્રાર્થના સંભળાવવાની સલાહ આપે છે. આમ કરવાથી તે બાળક પ્રાથર્નાઓનો ઉપયોગ તેના નવા દિવસના ચિંતન માટે કરશે. પોતાની કાલીઘેલી મીઠી ભાષામાં નવકાર મંત્ર  સાથે અન્ય નાની પ્રાર્થનાઓ બોલતું બાળક સુઇ જાય છે ત્યારે તેનો આધ્યાત્મિક વિકાસ તો થાય જ છે સાથે સાથે તેનું મનોબળ પણ મજબૂત બને છે અને નવા દિવસની શરૂઆત એક અનેરા આત્મવિશ્વાસ સાથે થાય છે.

આ પુસ્તકને 5 માંથી 5 સ્ટાર્સ મળ્યા છે.

Book: Navkar Mantra For Kids – My First Jain Prayer Book

Author: Meera Rupani and Shamil Rupani

Publisher:  Little Mantra Books

Price: £7.99 UK and $10 US

LEAVE A REPLY