Why didn't you arrest Jacqueline Fernandez?
(Photo by Lisa Maree Williams/Getty Images)

મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે બુધવારે બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને સમન્સ પાઠવીને 26 સપ્ટેમ્બરે હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને જેકલીનના વકીલને ચાર્જશીટની કોપી સોંપવાનો આદેશ કર્યો હતો.

આ કેસમાં સુકેશ ચંદ્રશેખર સહિત તમામ આરોપીઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થયા હતા. તે જ સમયે, અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસે કોર્ટ પાસે ફિલ્મના શૂટિંગ માટે પોલેન્ડ જવાની પરવાનગી માંગી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી.અગાઉ EDએ જેકલીન ફર્નાન્ડિસને આ સમગ્ર કેસમાં આરોપી બનાવી તેની આશરે રૂ. 7 કરોડ સંપત્તિ જપ્ત કરી હતી.

રૂ. 200 કરોડના કૌભાંડી સુકેશ પાસેથી જેકવેલિને લગભગ 7થી 8 કરોડ રૂપિયાની ગિફ્ટ મેળવી હોવાનું સામે આવ્યું છે. અનેક મોંઘીદાટ ગિફ્ટ્સની સાથે આ શ્રીલંકન બ્યૂટીની વિદેશમાં રહેતી માતા, બહેન અને ભાઈને પણ કરોડો રૂપિયા મોકલી મદદ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેકવેલિન સહિત નોરા ફતેહી અને બીજી અનેક એક્ટ્રેસનું નામ આ કેસમાં સામે આવી ચૂક્યું છે અને ચાલબાઝ સુકેશ અનેક હીરોઈન્સને ફ્રી ગિફ્ટ્સ આપીને તેમની નજીક પહોંચી ચૂક્યો હતો પરંતુ ફક્ત જેકવેલિન સામે જ ઈડીએ કાર્યવાહી કરતાં જેકવેલિન અકળાઈ હતી અને જેકવેલિને અગાઉ સવાલ ઉઠાવ્યો હતો કે, આ કૌભાંડમાં બીજા પણ સામેલ હતા પરંતુ ઈડી ફક્ત મારી સામે જ કાર્યવાહી શું કરવા કરે છે?

LEAVE A REPLY