મુંબઈમાં સૌથી ધનિક ગણેશ પંડાલ ગૌડ સારસ્વત બ્રાહ્મણ સેવા મંડળે આ વર્ષે ગણેશ ચતુર્થી સમારોહ માટે વિક્રમજનક 316.40 કરોડ રૂપિયાનો વીમો લીધો છે. ગણપતિના ઘરેણા ચોરીના કિસ્સામાં રૂ. 10 કરોડ, આગના કિસ્સામાં રૂ.40 કરોડ, ભૂકંપના કિસ્સામાં 225 કરોડના વીમા કવચનો સમાવેશ થાય છે. આ વખતે ગણપતિની મૂર્તિ પર 68 કિલો સોનુ અને 227 કિલો ચાંદીનો શૃંગાર કરવામાં આવ્યો છે. 14 ફૂટ ઊંચી આ પ્રતિમાને તૈયાર કરવા માટે બે મહિનાનો સમય લાગ્યો છે.
આ મૂર્તિ ઈકો ફ્રેન્ડલી છે અને તેને માટીથી તૈયાર કરવામાં આવી છે. આ પંડાલ સાત દિવસ સુધી રહેશે અને આ દરમિયાન 20 લાખ લોકો ગણપતિજીના દર્શન કરશે. 400થી વધુ સુરક્ષા ગાર્ડ પણ 24 કલાક સુરક્ષા માટે ગોઠવવામાં આવ્યા છે. અહીંયા નોંધવું રહ્યું કે 2019માં મંડળે પોતાના પંડાળનો 266.65 કરોડ રૂપિયાનો વીમો કરાવ્યો હતો.