ભારતીય એથ્લેટ નીરજ ચોપડાએ ગયા સપ્તાહે 89.08 મીટરના બેસ્ટ થ્રો સાથે લુસાને ડાયમન્ડ લીગ મીટનું ટાઈટલ જીતી લીધુ. નીરજ ચોપડા આ સિદ્ધિ હાંસલ કરનારો પહેલો ભારતીય ખેલાડી છે. આ મેડલ સાથે જ નીરજે સાત અને આઠ સપ્ટેમ્બરે રોજ ઝુરિકમાં થનારી ડાયમન્ડ લીગની ફાઈનલ્સમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. તે હંગેરીના બુડાપેસ્ટમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશીપ 2023 માટે પણ ક્વોલિફાય થઈ ગયો છે. નીરજ ચોપડાએ પોતાના પહેલા જ પ્રયત્નમાં 89.08 મીટર દૂર ભાલો ફેંક્યો હતો, તેના વધુ અંતર હાંસલ કરવાનું બાકીના ખેલાડીઓ માટે મુશ્કેલ બની ગયું.
89.08 મીટર નીરજ ચોપડાની કરિયરનો ત્રીજો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન છે. નીરજની કરિયરનો બેસ્ટ થ્રો 89.94 મીટર થ્રો તેણે સ્ટોકહોમ ડાયમંડ લીગમાં કર્યો હતો. પાણીપતના રહીશ નીરજ ચોપડા ડાઈમંડ લીગનો કોઈ ખિતાબ જીતનારા પહેલા ભારતીય બન્યા છે.