ગુજરાતમાં ઓગસ્ટ સુધીમાં સરેરાશ 97 ટકાથી વધુ વરસાદ નોંધાતા સરદાર સરોવર સહિત 207 ડેમોમાં 80.87 ટકા પાણીનો સંગ્રહ થયો હતો. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 90.54 ટકા પાણીનો સંગ્રહ થયો હતો.
રાજ્યમાં કુલ 55 ડેમો ઓવરફ્લો થયા હતો. 100 ટકા ભરાઈ ગયા હોય તેવા 55 ડેમ પૈકી સૌરાષ્ટ્રના 28, કચ્છના 14, દક્ષિણ ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 3 અને ઉત્તર ગુજરાતના 2 ડેમ સામેલ હતા. બીજી તરફ રાજ્યના 120 ડેમો ઉપર હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ સિગ્નલ અપાયા હતા.
ગુજરાતના 120 ડેમો ઉપર વિવિધ એલર્ટ અપાયા હતા. તેમાં 87 ડેમોમાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો હોવાથી હાઈએલર્ટ ઉપર હતા. 16 ડેમોમાં 80 થી 90 ટકા પાણીનો સંગ્રહ થયો હોવાથી એલર્ટ અને 17 ડેમોમાં 70 થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ હોવાથી વોર્નિંગ સિગ્નલ અપાયું હતું.