કેવડિયા ખાતે નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમ ખાતે શનિવારે પાણીની સપાટી 135.94 મીટર નોંધાઇ હતી. પાણીની આવક 1,62,084 ક્યુસેક નોંધાઇ હતી. અત્યારે 10 દરવાજા 1.5 મીટર ખોલી 1,00,000 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. રિવર બેડ પાવર હાઉસ ના છ વીજમથક ચાલુ કરી 43,897 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. નદીમાં કુલ જાવક 1,43,897 ક્યુસેક થશે. જ્યારે કેનાલમાં 17,983 ક્યુસેક પાણી છોડાયું છે.