લંડન કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતના 76મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય જીતેન્દ્રપ્રિય સ્વામી મહારાજ તેમજ અન્ય સંતો, બાળકો અને જોડાયેલા સૌ કો
ઇએ ત્રિરંગો ફરકાવ્યો હતો. સૌ રાષ્ટ્રગીત ગાનમાં જોડાયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમોને ધ્યાનમાં રાખીને મહિલાઓએ મહિલાઓના વિભાગમાં ઉજવણી કરી હતી. સ્વામીશ્રીએ ભક્તોને પીએમ મોદીના આહ્યાનને અનુસરીને હર ઘર ત્રિરંગા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.