જ્યારે હું 1980ના દાયકાની શરૂઆતમાં યુકે આવ્યો હતો, ત્યારે યુકેને એક નિષ્ફળ દેશ અને ‘સીક મેન ઓફ યુરોપ’ તરીકે જોવામાં આવતું હતું, અને ભારતને એક એવા દેશ તરીકે જોવામાં આવતું હતું જે સંરક્ષણવાદી, અંતરમુખી અને અસ્પષ્ટ હતો. જો આજે આપણે જોઈએ કે આજે આપણે ક્યાં છીએ, તો યુકે અને ભારત હવે વિશ્વની પાંચમી અને છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આવતા વર્ષે, ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બનશે તેવો અંદાજ છે. અમે યુકે અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા વચ્ચે ખાસ સંબંધ હોવાની વાત કરીએ છીએ, પરંતુ હું હંમેશા કહું છું કે અમારો બીજો ખાસ સંબંધ છે અને તે છે યુકે અને ભારત વચ્ચેનો.
આઝાદીના 75 વર્ષ પછી, ભારતની સિદ્ધિઓ અસંખ્ય રહી છે અને આ વર્ષ એક સીમાચિહ્નરૂપ વર્ષ છે. આપણે પ્રથમ વખત યુકે અને ભારત વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમાન્ટ પર વાટાઘાટો કરી રહ્યા છીએ, અને આપણે ગયા વર્ષે એન્હેન્સ્ડ ટ્રેડ પાર્ટનરશીપ પર હસ્તાક્ષર કર્યા છે. વાટાઘાટો જાન્યુઆરીમાં શરૂ થઈ હતી કારણ કે બંને દેશો વચ્ચેનો વેપાર માત્ર 24 બિલિયન પાઉન્ડનો છે, જે આંકડો અનેક ગણો હોવો જોઈએ. 2030 સુધીમાં આપણા બંને દેશો વચ્ચે ઓછામાં ઓછો બમણો વેપાર કરવાનું લક્ષ્ય છે, જો કે મને લાગે છે કે આપણે ઘણું બધું કરી શકીએ છીએ. મને લાગે છે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ દ્વિપક્ષીય રીતે એન્હેન્સ્ડ ટ્રેડ, બિઝનેસ અને રોકાણને વધારવા માટે બંને દેશો માટે એક વિશાળ સીમાચિહ્નરૂપ અને મોટો લાભ હશે.
ભવિષ્યને જોતાં, ભારત તેના ડિજિટાઇઝેશનના દરમાં અન્ય ઉભરતા બજારોને પાછળ છોડી દેશે તેવો અંદાજ છે, અને ભારતે જે હદ સુધી ટેક્નોલોજીનો સ્વીકાર કર્યો છે તે અસાધારણ છે. ભારતના તેજસ્વી દિમાગ અને નવીનતાનું એક મહાન પ્રમાણ એ છે કે બજાર ટેક્નોલોજીને અનુકૂળ થાય તેની રાહ જોવાને બદલે આપણે સ્થાનિક બજારમાં ટેક્નોલોજીને કસ્ટમાઇઝ કરવામાં સફળ રહ્યા છીએ. ભારતનું ટેકનીકલ કૌશલ્ય ભારતને એક ખૂબ જ વિશિષ્ટ ટેબલ પર સ્થાન અપાવવામાં નિમિત્ત બન્યું છે. સતત ચાર દાયકાથી 5%થી વધુ વૃદ્ધિ દરને ટકાવી રાખવામાં સક્ષમ એવા વિશ્વના માત્ર સાત અન્ય દેશોમાં ભારતકનો સમાવેશ થાય છે.
હજારો વર્ષનો ઈતિહાસ ધરાવતો પ્રાચીન દેશ હોવા છતાં, ભારત હજુ પણ એક યુવાન રાષ્ટ્ર છે, જે માત્ર 75 વર્ષનું છે, જેની અદભૂત ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આપણા પરસ્પર લાભ માટે આગળ વધવાના માર્ગ પર બ્રિટન ભારત સાથે ભાગીદારી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. યુકેમાં ભારતીય મૂળના 1.5 મિલિયન લોકો સાથે આગળ વધવું, એક લિવિંગ બ્રિજ, આ અદ્ભુત સંબંધને સ્ટ્રેન્થ-ટૂ-સ્ટ્રેન્થ આગળ વધારવામાં મદદ કરે છે.
- લોર્ડ કરણ બિલીમોરિયા, CBE DL