વડા પ્રધાન બોરિસ જૉન્સને 7 વર્ષીય ક્લાઈમેટ એક્ટિવિસ્ટ અલીશા ગાઢિયા અને બ્રિટિશ પત્રકાર કિરણ રાય સહિત સમગ્ર યુકેમાં વસતા વર્લ્ડ ક્લાયમેટ એક્ટીવિસ્ટ્સને ડાઉનિંગ સ્ટ્રીટમાં નિમંત્રણ આપી ‘મુશ્કેલ નાણાકીય સમય’ વિશે વાત કરી જણાવ્યું હતું કે મને “સંપૂર્ણ વિશ્વાસ છે કે વડા પ્રધાન તરીકે મારા અનુગામી પાસે “લોકોની સંભાળ રાખવાનું ચાલુ રાખવા માટે નાણાકીય ફાયરપાવર અને હેડરૂમ હશે”.
જૉન્સને જણાવ્યું હતું કે આ મુશ્કેલ નાણાકીય સમયમાં સરકાર મદદ કરવા માટે શક્ય તેટલું બધું કરી રહી છે. અમે 8 મિલિયન સંવેદનશીલ પરિવારોના ખિસ્સામાં £1,200 મૂકી રહ્યા છીએ. એનર્જી ખર્ચમાં મદદ કરવા માટે દરેકને £400, પેન્શનરો માટે £300, કાઉન્સિલ ટેક્સ માટે £150 પી રહ્યાં છીએ અને સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વધુ મદદ આવશે. મને સંપૂર્ણ ખાતરી છે નવા વડા પ્રધાન આગામી સમયગાળામાં લોકોને મદદ કરવા માટે શું કરનાર છે તે વિષે સપ્ટેમ્બર/ઓક્ટોબરમાં કેટલીક વધુ જાહેરાતો કરશે.”
નોટિંગહામશાયરની 7 વર્ષીય ક્લાઈમેટ એક્ટિવિસ્ટ અલીશા ગઢિયાને ‘ચાઈલ્ડ ઓફ બ્રિટન એવોર્ડ્સ 2022’ ટીવી એન્કર ઈમન હોમ્સ દ્વારા પ્રસ્તુત કરાયો હતો. કિરણ રાયે કહ્યું, ‘અલીશા અસંખ્ય લોકો માટે પ્રેરણારૂપ છે.’’
પ્રેક્ષકોમાં બંને પગ કપાયેલા હોવા છતાં 1 મિલિયન પાઉન્ડ એકત્ર કરનાર 7 વર્ષીય ટોમ હડગલ ઉફસ્થિત રહ્યો હતો જેની વડા પ્રધાને પ્રશંસા કરી હતી.