વિશ્વની સૌથી મોટી ફૂટબોલ સંસ્થા FIFA તાકીદની અસરથી ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ને સસ્પેન્ડ કર્યું છે. ત્રીજા પક્ષોના અયોગ્ય પ્રભાવને કારણે ફિફાએ આ નિર્ણય કર્યો છે, એમ ફિફાએ સોમવારે જણાવ્યું હતું.
આ સસ્પેન્શનનો અર્થ એવો થાય છે કે ભારતમાં 11થી 30 ઓક્ટોબરે ભારતમાં યોજાનારો અંડર 17 વુમેન્સ વર્લ્પ કપ હવે ભારતમાં યોજી શકાશે નહીં. ફિફા કાઉન્સિલના બ્યુરોઓ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો.
FIFAએ એક સત્તાવાર મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું કે ફિફા અનુસાર આ પ્રકારનો હસ્તક્ષેપ એ ફિફાનાં નિયમોની વિરુદ્ધ છે. FIFA દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ઓર્ડર મળતાની સાથે જ સસ્પેન્શન હટાવી લેવામાં આવશે. AIFF એક્ઝિક્યુટિવ કમિટીની સત્તાઓ ધારણ કરવા માટે વહીવટકર્તાઓની સમિતિનું ગઠન રદ કરવામાં આવ્યું છે અને AIFF વહીવટ AIFFની રોજિંદી બાબતોનું સંપૂર્ણ નિયંત્રણ લે છે.
FIFA ભારતના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને આશા રાખે છે કે, હજુ પણ આ કેસનું સકારાત્મક પરિણામ આવી શકે છે. જો આવું થાય તો ભારતીય ફૂટબોલ પરથી આ મોટું સંકટ દૂર થઈ શકે છે.
તાજેતરના ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે ઓલ ઈન્ડિયા ફૂટબોલ એસોસિયેશનના પ્રમુખ પ્રફુલ પટેલને સ્પોર્ટ્સ કોડનું પાલન ન કરવા બદલ તેમને હટાવવાની સાથે AIFFના બોર્ડને સસ્પેન્ડ કરીને તેના સ્થાને એક કમિટી ઑફ એડમિનિસ્ટ્રેટર્સ (COA)ની રચના કરવામાં આવી હતી. પટેલ 2009થી AIFFના પ્રમુખ હતા. સ્પોર્ટ્સ કોડ ઓફ ઈન્ડિયા અનુસાર, કોઈપણ વ્યક્તિ 3 વખતથી વધુ વખત અધ્યક્ષ બની શકતી નથી. પટેલ પોતાને અધ્યક્ષપદેથી હટાવ્યા બાદ તેમણે એક અરજી પણ દાખલ કરીને માગ કરી હતી કે જ્યાં સુધી નવું બંધારણ સ્વીકારવામાં ન આવે અને નવા અધ્યક્ષની પસંદગી ન થાય ત્યાં સુધી તેમનો કાર્યકાળ લંબાવવો જોઈએ, પરંતુ કોર્ટે તેમની માગને નકારી કાઢીને ફૂટબોલના કામકાજની દેખરેખ રાખવા માટે એક કમિટી ઑફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA)ની રચના કરી હતી.