નર્મદા ડેમમાં પાણીની સપાટી 135.2 મીટર સુધી પહોંચતા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ ઓથોરિટીએ ડેમના 30માંથી 30 રેડિયલ ગેડ રવિવારે ખોલ્યા હતા. ડેમના ૨૩ દરવાજા રવિવારે ૦.૬ મીટર જેટલા આંશિક ખોલીને નદીમાં ૧ લાખ ક્યુસેક છોડવામાં આવ્યું હતું. નર્મદા નદીમાં કુલ ૧.૪૪ લાખ ક્યુસેક પાણી છોડાતા વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના કરજણ શિનોર અને ડભોઇ તાલુકાના ૨૫ જેટલા ગામોને સતર્ક કરાયા હતા.
નદીમાં કુલ ૧.૪૪ લાખ ક્યુસેક પાણીની આવક ચાલુ હતી. ડેમની સપાટી સોમવાર સાંજે ૪ વાગે ૧૩૫.૦૯ મીટરે પહોંચી હતી. બંધની સપાટી સવારે ૧૧ વાગે વધીને ૧૩૪.૯૫ મીટર હતી. ડેમ ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ સપાટી સુધી ભરાવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો હોવાથી ડેમના ફ્લડ કંટ્રોલ સેલ દ્વારા પાણીના નિકાલ માટે બંધના રેડિયલ ગેટ ખોલવા જણાવાયું હતું. નર્મદામાં પાણીની સતત આવક ચાલુ હોવાથી નદી બે કાંઠે થઇ હતી.
તેનાથી વડોદરા જિલ્લા કલેક્ટરે જિલ્લાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાનાં નર્મદા કાંઠાના તમામ ગામોને જાણકારી આપી ને સાવચેતીના તમામ પગલાં લેવા તાકીદ કરી હતી. આ ગામોના લોકોને કાંઠેથી સલામત અંતર જાળવવા, નદી પટમાં નહીં જવા અને પશુધન ન લઇ જવા સહિતની તમામ તકેદારીઓ રાખવા સૂચના આપી હતી.