Don Mueang

ગત મહિને સરકાર વિરોધ પ્રદર્શનોના કારણે પોતાના દેશમાંથી ભાગી છૂટેલા શ્રીલંકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ગોટાબાયા રાજપક્ષે, ગુરુવારે રાત્રે સિંગાપોરથી ફ્લાઇટમાં થાઇલેન્ડ પહોંચ્યા, જ્યાં તેઓ મધ્ય જુલાઈથી રોકાયા હતાથાઈ ટેલિવિઝન સ્ટેશનોએ દર્શાવ્યું હતું કે, બેંગકોકના ડોન મ્યુઆંગ એરપોર્ટ પર વીઆઈપી હોલની બહાર રાજપક્ષે અને તેમના પત્ની હોવાનું માનવામાં આવતી એક મહિલાને લિમોઝિન તરફ લઈ જવામાં આવ્યા હતા, જે કાર પછી અજાણ્યા સ્થળ તરફ રવાના થઈ હતી.

થાઈલેન્ડના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, તેમને શ્રીલંકાની સરકાર દ્વારા રાજપક્ષેને પ્રવેશની મંજૂરી આપવા કહેવામાં આવ્યું હતું અને તેમને દેશમાં હંગામી ધોરણે રહેવાની મંજૂરી આપવામાં આવશેથાઈ વડાપ્રધાન પ્રયુથ ચાનઓચાએ જણાવ્યું હતું કે, તેઓ રાજપક્ષેની ઇરાદાપૂર્વકની મુલાકાતથી વાકેફ હતા અને માનવીય કારણોસર તેમને દેશમાં આવવાની મંજૂરી આપવામાં આવી હતી કારણ કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ત્રીજા દેશમાં આશ્રય ઇચ્છી રહ્યા હતા.

તેમણે આ અંગે વધુ માહિતી આપી ન હતી, પરંતુ જણાવ્યું હતું કે રાજપક્ષે થાઈલેન્ડમાં હોય ત્યારે રાજકીય પ્રવૃત્તિમાં જોડાશે નહીં. રાજપક્ષેએ તેમની મુસાફરી અંગેના આયોજનો વિશે જાહેરમાં કોઇ ટિપ્પણી કરી નથી.

ગત મહિને શ્રીલંકામાંથી ભાગી ગયા પછી, તેઓ પ્રથમ શ્રીલંકાના મિલિટરી વિમાનમાં પડોશી માલદીવ ગયો અને પછી સિંગાપોર ગયા હતા, જ્યાં ગુરુવારે તેમના વિઝા પૂર્ણ થતાં તેમને થાઇલેન્ડ જવું પડ્યું હતું. તેમણે શ્રીલંકા છોડ્યા પછી જ પ્રેસિડેન્ટ પદેથી રાજીનામું આપ્યું હતુંશ્રીલંકામાં લોકશાહી સુધારા અને દેશને આર્થિક પાયમાલીમાંથી ઉગારવાની માગણી સાથે મહિનાઓથી મોટી સંખ્યામાં લોકો જાહેરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.