અબુધાબીમાં BAPS સંસ્થાન દ્વારા નિર્માણાધિન હિન્દુ મંદિર ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મંદિરની મહિલા વિંગ દ્વારા રાખડીઓ બનાવવામાં આવી હતી. આવી 10,000 રાખડીઓ સ્થાનિકો અને 4,000 જેટલા વર્કરોને વિતરિત કરવામાં આવી હતી. આમ એક અનોખી રીતે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા વિંગ દ્વારા આ પવિત્ર તાંતણા સાથેની રાખડીઓ તૈયાર કરવામાં આવી હતી.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસજી દ્વારા એક ખાસ પૂજાના અવસરે આ રાખડીઓ 4000 જેટલા બ્લ્યૂ–કોલર એક્સપર્ટ વર્કરોને આપવામાં આવી હતી. જેઓ જુદીજુદી બેચમાં આવ્યા હતા અને તેઓ દેશની વિવિધ કંપનીઓ સાથે સંકળાયેલા હતા. મોટાભાગના વર્કરો એકલા જ રહે છે અને તેઓ પોતાના પરિવાર અને વતનથી દૂર હોય છે, ત્યારે હાથે બનાવેલી રાખડીઓ પામીને તેમણે ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગ બાદ ભાવિકો શીલા સ્થાપના વિધિમાં પણ જોડાયા હતા. નવા મંદિરના નિર્માણની શીલા સ્થાપનાની વિધિ સ્વામી બ્રહ્મવિહારીદાસજીએ કહ્યું હતું કે, ‘આ અદભુત અને મહાન વાતાવરણ છે, જ્યાં પ્રેમ, સમાનતા અને દિવ્યતા એક સાથે અનુભવી શકાય છે.’ UAEમાં રહેતી ભાવિક મહિલાઓ દ્વારા આ હજારો રાખડીઓ BAPS મંદિરના ચેરમેન અશોક કોટેચાએ કહ્યું હતું કે, ‘ક્યાંક તમે જોડાયેલા હોવ એવી આ અનુભૂતિ છે જેને શબ્દોમાં વર્ણવી શક્ય નથી, આ રાખડીના તાંતણા પરસ્પર સન્માન અને સંગાથનો પ્રતીક છે.’ આ પ્રસંગે ભારતમાં રહેતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે વીડિયો સંદેશો મોકલાવ્યો હતો, જેમાં તેમણે સંવાદિતા અને બંધુત્વનો સંદેશો આપ્યો હતો.