ટોરી નેતા અને બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર બનવા માટે નેતૃત્વની ચૂંટણી જીતવા માટે પ્રચાર કરી રહેલા ઋષિ સુનકે ચેતવણી આપી છે કે ‘’જો વધતા જતા ફુગાવાને ઝડપથી નિયંત્રણમાં નહિં લવાય તો સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીએ આગામી 2024ની યુકેની સામાન્ય ચૂંટણીમાં મતદારોને ગુડબાય કરવું પડી શકે છે.
સુનકે તા. 5ની સાંજે ઇંગ્લેન્ડના ઇસ્ટબોર્નમાં હસ્ટિંગ્સ ઇવેન્ટ દરમિયાન હરીફ લિઝ ટ્રસની લગભગ £30 બિલિયનની તાત્કાલિક કરવેરા ઘટાડાની નીતિની પ્રતિજ્ઞા બાબતે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ‘’ફુગાવાને કારણે ચાલુ આર્થિક સંકટ લંબાવવાનું જોખમ છે. ફુગાવાને નિયંત્રણમાં લાવ્યા હું ટેક્સમાં કપાત કરીશ. 0હું ખાસ કરીને એવી નીતિઓ વિશે ચિંતિત છું જે ફુગાવાને વધુ ખરાબ અને લાંબા સમય સુધી ટકાવી રાખવાનું જોખમ આપે છે. આ સમસ્યા ફક્ત આ શિયાળા માટે જ નહિં આગામી શિયાળા માટે પણ રહેશે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે કહ્યું હતું કે તેઓ ફુગાવો વધવા અંગે ચિંતિત છે. આ પછી એવી કોઈ આશા નથી કે અમે આગામી ચૂંટણી જીતી શકીશું. જો તકેદારી નહિં રખાય તો આગામી ચૂંટણી જીતવા માટે મતદારોને ગુડબાય કીસ કરવી પડશે. તેથી પ્રથમ પગલુ તકેદારીમાંથી ઝડપથી બહાર નીકળવા લેવું પડશે.”
ટ્રસે સુનક ચાન્સેલર હતા ત્યારે લાદેલા કેટલાક કરવેરા ઉલટાવી દેવાનું વચન આપ્યું હતું અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડની અંધકારમય આગાહીને પડકારી હતી. હસ્ટિંગ્સના તેમના ભાષણને હસ્ટિંગ્સના વિરોધીઓ દ્વારા વિક્ષેપ પહોંટાડવામાં આવ્યો હતો. પર્યાવરણવાદી વિરોધીઓએ કાર્યક્રમમાં વિરોધ નોંધાવ્યો હતો. જેને કારણે કન્ઝર્વેટિવ પાર્ટીની વેબસાઇટ પર હસ્ટિંગ્સનું લાઇવ સ્ટ્રીમ થોડા સમય માટે અટકાવી વિરોધીઓને હોલમાંથી દૂર કરાયા હતા.