1960ના દાયકાના અંતમાં લોર્ડ સ્વરાજ પોલ દ્વારા સ્થપાયેલા કપારો ગ્રૂપના ભારત સ્થિત કપારો ઈન્ડિયા ઓપરેશન્સના વાઇસ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે લોર્ડ સ્વરાજ પોલના પૌત્ર આરુષ પોલની આ વર્ષે એપ્રિલમાં વરણી કરાઇ હતી.
આરુષ કપારો ઈન્ડિયાના ચેરમેન અને કપારો ગ્રુપ લિમિટેડના ડિરેક્ટર આકાશ પોલના પુત્ર છે અને તેઓ 2009માં કંપનીમાં જોડાયા હતા. તેમણે બ્રિટનમાં વિવિધ ઔદ્યોગિક એન્જિનિયરિંગ વ્યવસાયોમાં કામગીરી અને માર્કેટિંગનો અનુભવ મેળવ્યો હતો. 2012થી તેઓ ગ્રૂપની સ્ટીલ ટ્યુબ ડિસ્ટ્રિબ્યુશન આર્મના વિસ્તરણનો ભાગ બન્યા હતા. કંપનીની વેબસાઈટ અનુસાર તેમણે કપારોના પ્રથમ ઈ-કોમર્સ પ્લેટફોર્મની શરૂઆત કરી હતી.
2015ની શરૂઆતથી, આરુશ કપારો ઇન્ડિયા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને કપારોના ફાસ્ટનર્સ ડિવિઝન પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવા સાથે વિવિધ વ્યવસાયોમાં બિઝનેસ ડેવલપમેન્ટ, ક્ષમતામાં વધારો કરી નફાકારકતા વધારવા કાર્ય કરી રહ્યા છે.
આરુષે 2009માં યુનિવર્સિટી ઓફ નોટિંગહામમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. કપારોમાં જોડાતા પહેલા આરુષે કપોરો મારુતિ લિમિટેડના ડિરેક્ટર તરીકે દોઢ વર્ષ સુધી અને કપારો એન્જિનિયરિંગ ઈન્ડિયા લિમિટેડમાં સાત વર્ષ સુધી કામ કર્યું હતું. તેઓ ઓક્ટોબર 2020થી કપારો પાવર લિમિટેડ (ગ્રુપ કેપ્ટિવ પાવર પ્લાન્ટ)માં ડિરેક્ટર અને તે જ વર્ષે ડિસેમ્બરથી કપારો MI સ્ટીલ પ્રોસેસિંગ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે સેવાઓ આપે છે.