તાઇવાન શનિવારે જણાવ્ચું હતું કે ચીન લશ્કરી કવાયતને નામે તાઇવાન પર હુમલો કરવા માગતું હોય તેમ લાગે છે,અમેરિકાના પ્રતિનિધિગૃહના સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાન મુલાકાત પછી ચીન છંછેડાયું છે અને ઉગ્ર લશ્કરી કવાયત કરી રહ્યું છે. તેના યુદ્ધવિમાનો અને યુદ્ધજહાજો તાઇવાન સામે તૈનાત કર્યા છે. તેને દરિયામાં મિસાઇલ પણ છોડ્યાં છે.
તાઇવાનના પ્રેસિડન્ટ ત્સાઈ ઇન્ગ-વેન એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અમારી સરકાર અને મિલિટરી ચીનની લશ્કરી કવાયતની ચાંપતી નજર રાખી રહી છે અને જરૂર પડે તો જવાબ આપતા તૈયાર છે. હું આંતરરાષ્ટ્રીય સમુદાયને લોકતાંત્રિક તાઇવાનને સપોર્ટ કરવા અને પ્રાદેશિક સુરક્ષા સ્થિતિને વણસતી રોકવા માટે અનુરોધ કરું છું.
ટાપુ દેશના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે ચીનની લશ્કરી કવાયતના વળતાં જવાબ તરીકે તાઇવાનના લશ્કરી દળોએ એલર્ટ જારી કર્યો છે તથા હવાઇ અને નૌકાદળે ટાપુની આજુબાજુ પેટ્રોલિંગ ચાલુ કર્યું છે તથા ભૂમિ પરની મિસાઇસ સિસ્ટમ્સ સક્રિય બનાવી છે.
ચીનના સંરક્ષણ મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેને તાઇવાનના ઉત્તર, દક્ષિણપૂર્વ અને પૂર્વની દરિયા અને એરસ્પેસમાં યોજના મુજબ લશ્કરી કવાયત કરી છે. તેનો ફોકસ જમીન અને દરિયામાંથી હુમલા કરવાની સિસ્ટમની ક્ષમતાનું ટેસ્ટિંગ કરવાનું છે. આ સપ્તાહના પ્રારંભમાં પેલોસીની મુલાકાતને પગલે ચીન તાઇવાનની ફરતે લશ્કરી કવાયત હાથ ધરી છે અને જણાવ્યું હતું કે અમેરિકાએ વન ચાઇન પોલિસીનું ઉલ્લંઘન કર્યું છે.
તાઇવાનને ચીન તેનો અભિન્ન હિસ્સો માગે છે અને તેને જરૂર પડે તો લશ્કરી દળોની મદદથી ચીનમાં વિલિન કરવા માગે છે. તાઇવાનમાં વિદેશી નેતાઓની મુલાકાતને ચીન તાઇવાને એક દેશ તરીકે માન્યતા ગણે છે.
તાઇવાનની આર્મીએ જણાવ્યું હતું કે શુક્રવારની રાત્રી કિનમેન શહેરની નજીક ચાર માનવવિહીન એરિયલ ઉડતા ઝડપાયા હતા અને વોર્નિંગ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ચાર ડ્રોન ચીની હોવાનું તાઇવાન માને છે. તે કિનમેન ટાપુ ગ્રૂપની દરિયા તથા નજીકના લીયુ આઇલેન્ડ પર દેખાયા હતા. કિનમેન ટાપુઓનો સમુહ છે. તે ક્વેમોય તરીકે પણ ઓળખાય છે.
ચીનની લશ્કરી કવાયત ગુરુવારે ચાલુ થઈ હતી અને તે રવિવાર સુધી ચાલુ રહેવાની ધારણા છે. આ યુદ્ધાભ્યાસમાં અત્યાર સુધી ટાર્ગેટ પર મિસાઇલ છોડવામાં આવ્યા છે. ચીનને તાઇવાનના નેતાઓ અને મતદાતાને ધમકાવવા માટે 1995 અને 1996માં પણ આવી મિલિટરી ડ્રિલ કરી હતી.
—