Sardar Sarovar Dam
(istockphoto.com)

ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધી સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ સહિતના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. જળ સંસાધન વિભાગે જણાવ્યું હતું કે ગુરુવાર સુધીમા રાજ્યના 207 મુખ્ય જળાશયોમાં સરેરાશ જળસ્તર 68.03% હતું. 33 જળાશયો એવા હતા કે જે સંપૂર્ણ ભરાઈ ગયા હતા. 48 જળાશયો એવા છે કે જે તેની સંપૂર્ણ ક્ષમતાના 70થી 100% વચ્ચે ભરેલા હતા.

રાજ્યનો નર્મદા નદી પર બનેલો સૌથી મોટો સરદાર સરોવર ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ હતી. તેનાથી ડેમ 79.63% ભરાઈ ગયો હતો. ડેમમાં 7,532.90 MCM (મિલિયન ક્યુબિક મીટર)પાણી ભરાયેલું હતું. ડેમમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદના લીધે 69,607 ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી. ડેમમાં પાણીની સપાટી 123.49 મીટર પહોંચી ગઈ હતી, એટલે કે તે ડેમની કુલ ઊંચાઈ કરતા માત્ર 6.4 મીટર જ ઓછું છે. 28 જુલાઈ ના રોજ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો હતો તેમાં ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી હતી.

જળ સંસાધન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચિંતાજનક મુદ્દો એ છે કે ઉત્તર ગુજરાત 15 ડેમમાં જળસંગ્રહનું સ્તર માત્ર 27.24% હતું.. ગુરુવારે આ ડેમોમાં પાણીનું સંગ્રહ 526.62 MCM હતું જે પાછલા વર્ષે 4 ઓગસ્ટના રોજ 472.93 હતું.