બ્રિટનના આગામી વડા પ્રધાન બનવા માટે ઋષિ સુનક અને લિઝ ટ્રસ વચ્ચેની ઉગ્ર સ્પર્ધા વચ્ચે સોમવારે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોને મતપત્રો મોકલવાનું શરૂ થયું હતું. બુકીઓએ પૂર્વ ચાન્સેલર ઋષિ સુનક કરતાં ફોરેન સેક્રેટરી લીઝ ટ્રસનો વિજય જોઇ રહ્યાં છે. તા. 5 સપ્ટેમ્બરના રોજ જૉન્સનના અનુગામીની જાહેરાત કરાશે.
આ જોડીની બે ટેલિવિઝન હેડ-ટુ-હેડ ચર્ચાઓ લડાયક રહી છે અને તેમની રેસ ઘણીવાર વ્યક્તિગત બની ગઈ છે. તેમણે બન્નેએ એકબીજા પર વ્યક્તિગત પ્રહારો કરતા સીનીયર ટોરી લીડરશીપે દરમિયાનગીરી કરવી પડી હતી.
ટ્રસ તરફથી સિનકની સંપત્તિ, તેઓ કયા જૂતા કે પોશાક પહેરે છે તેના પર ટીકા કરાઇ હતી તો સુનક કેમ્પ તરફથી “સરકારી દસ્તાવેજો સતત અને ઇરાદાપૂર્વક લીક થવા, ટ્રસના 2016માં બ્રેક્ઝિટ સામેના વિરોધ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં લિબરલ ડેમોક્રેટ્સના વિદ્યાર્થી નેતૃત્વની યાદ અપાવવામાં આવી હતી, જ્યાં તેમણે રાજાશાહી નાબૂદ કરવાની હાકલ કરી હતી.