- મહર્ષિ શ્રી અરવિંદની 150મી જન્મજયંતિ પ્રસંગે ઑરોમીરા સેન્ટર, ગ્રીનફર્ડ, લંડન દ્વારા ઓનલાઇન વાર્તાલાપોનું આયોજન કરાયું છે. રવિવાર, 7 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગ્યે સમૂહ ધ્યાન કરાશે. જેમાં ઈટલી અને નાઈરોબી સેન્ટર્સ ઓનલાઇન જોડાશે. રવિવાર તા. 14 ઓગસ્ટે બપોરે 4થી 5.30 સુધી સુમધુર ભક્તિ સંગીતની રજુઆત રાકેશભાઈ જોષી કરશે. સોમવાર, 15 ઓગસ્ટના રોજ સવારે 11.30થી 12 સામુહિક નીરવ ધ્યાન બપોરે 1થી 3 અને સાવિત્રી વાંચન 4થી 6 વાગ્યે થશે. સાંજે 7-30થી 8-30 શ્રી માતાજી અને શ્રી અરવિંદના વિચાર સૂત્રોનું વાંચન, ધ્યાન, સંગીત અને પ્રાર્થનાનો લાભ મળશે. સંપર્ક: [email protected]
- ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાનું આયોજન શ્રી નાગરેચા હોલમાં સંજોગોવશાત રદ કરવામાં આવ્યું છે. આ કથા હવે શ્રી સનાતન હિન્દૂ મંદિર, 204એ ઇલીંગ રોડ વેમ્બલીમાં તારીખ 8થી 14 ઑગષ્ટ – સાંજે 3-30 થી 6-30 રાખવામાં આવી છે. પવિત્ર શ્રાવણ મહિનામાં ભાગવતનું રસપાન કરવા સૌને આમંત્રણ છે. સંપર્ક: 020 8426 0678.
- લેસ્ટર સ્થિત શ્રી રામ મંદિર ગુજરાતી શાળાનો શુભારંભ 2022 શૈક્ષણિક વર્ષ માટે 31મી ઓગસ્ટ બુધવાર સાંજે 30 વાગ્યાથી થશે. આ માટે નીચેની લિંકનો ઉપયોગ કરીને ઑનલાઇન નોંધણી કરી શકાશે. https://form.jotform.com/202393906509358. વધુ વિગતો માટે સંપર્ક: [email protected]
- લોહાણા મહિલા મંડળ લેસ્ટર દ્વારા બોરચોથની શુભ ઉજવણી સોમવાર તા. 15 ઓગસ્ટ 2022ના રોજ બપોરે 30થી 2.30 દરમિયાન નીતિબેન ઘીવાલા લોહાણા સેન્ટર, હિલ્ડયાર્ડ રોડ, લેસ્ટર LE4 5GG ખાતે કરાશે. ભારતનો સ્વતંત્રતા દિવસ હોવાથી ડ્રેસ કોડ ભારતના ધ્વજના કોઈપણ રંગો ધરાવતા કપડા પહેરી શકાશે. ગુરુવાર 11 ઓગસ્ટ સુધીમાં નામ નોંધાવવા જરૂરી છે. સંપર્ક: શ્રી લોહાણા મહાજન લેસ્ટર (0116) 266 4642 અને નીતાબેન હિંડોચા: 07957 191 144.
- શ્રી લોહાણા મહાજન લેસ્ટર અને શ્રી રામ મંદિર દ્વારા માસિક જલારામ પ્રસાદી ઓનસાઈટ અને ઓનલાઈન કાર્યક્રમનું આયોજન 7મી ઓગસ્ટ રવિવારના રોજ સવારે 30 થી બપોરે 1.30 સુધી કરાયું છે. ભજનો જયેશભાઈ રાણા એન્ડ ગ્રુપ રજૂ કરશે અને ત્યારબાદ જલારામ પ્રસાદીનો લાભ મળશે. ફેસબુક પેજ leicester.lohana પર લાઈવ જોઇ શકાશે. પ્રસાદીના પ્રાયોજક મહેશભાઈ અને કિરણબેન ઠાકર તથા પરિવાર (લાડલી) છે.
- બ્રહ્માકુમારિઝ દ્વારા 7 ઓગસ્ટ 2022 રવિવારના રોજ સાંજે 6થી 8 દરમિયાન રેડબ્રિજ સેન્ટ્રલ લાઇબ્રેરી એન્ડ મ્યુઝીયમ, ક્લેમેન્ટ્સ રોડ, IG1 1EA ખાતે સીસ્ટર ચારૂ પટેલની ઉપસ્થિતીમાં ખાસ રક્ષા બંધન કાર્યક્રમનું આયોજન કરાયું છે.
- બ્રહ્માકુમારિઝ દ્વારા પાટીદાર સમાજ હોલ, 26B ટૂટીંગ હાઈ સ્ટ્રીટ, નેટવેસ્ટ બેંક પાસે, ટૂટીંગ બ્રોડવે SW17 ORG ખાતે તા. 7-8-22ના રોજ સવારે 11થી 1 દરમિયાન ખાસ રક્ષા બંધન કાર્યક્રમનું આયોજન કરાયું છે. સૌને ભોજનનો લાભ લેવા આમંત્રણ છે. નોંધણી માટે સંપર્ક: 020 7738 9230 અથવા ઇમેઇલ [email protected]
- બ્રહ્મા કુમારીઝ દ્વારા શનિવાર 13 ઓગસ્ટ 2022 ના રોજ સાંજે 6થી 8-30 દરમિયાન રક્ષાબંધનની ઉજવણીનું આયોજન ક્રાઇસ્ટ ધ વર્કર ચર્ચ, પર્લાઉન્ટ રોડ, લેંગલી, સ્લાવ SL3 8AS ખાતે કરાયું છે. શાકાહારી ભોજન પીરસવામાં આવશે. નોંધણી માટે સંપર્ક: 07927 015 041 અથવા [email protected]