ત્રાસવાદી સંગઠન અલ-કાયદાના વડા અલ જવાહિરીના મોત બાદ અમેરિકાના વિદેશ મંત્રાલયે બુધવારે વિશ્વભરમાં તેના નાગરિકો અને સહયોગી દેશો માટે એલર્ટ જાહેર કરીને સાવચેત રહેવા તાકીદ કરી હતી.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઝવાહિરીના મોત બાદ અલ-કાયદા સમર્થકો અથવા તેની સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનો વિશ્વભરમાં રહેતા યુએસ કર્મચારીઓ અથવા નાગરિકો પર હુમલો કરવાનો પ્રયાસ કરી શકે છે. આતંકવાદી હુમલાઓ વારંવાર ચેતવણી વિના થતા હોવાથી અમેરિકાના નાગરિકોએ હંમેશા સાવચેત રહેવાની જરૂર છે. વિદેશ પ્રવાસ દરમિયાન પોતાનું ધ્યાન રાખવું. ત્રાસવાદીઓ અમેરિકાના મિત્ર દેશોને પણ નિશાન બનાવી શકે છે, તેથી સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પણ દેખરેખ રાખવી જોઈએ.
પાકિસ્તાનના એબટાબાદમાં માર્યો ગયેલો અલ કાયદા ચીફ ઓસામા બિન લાદેનના મોત બાદ તેનો વારસો સંભાળી રહેલો આતંકવાદી અલ કાયદા ચીફ અલ જવાહિરી અફઘાનિસ્તાનમાં શનિવારે અમેરિકી ગુપ્તચર એજન્સી CIAની વિશેષ ટીમના ડ્રોન હુમલામાં તેને ઠાર કર્યો છે.