ગુજરાતમાં ચાલુ વર્ષના અંતિમ ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જાણીતા ગઝલકાર મનહર ઉધાસ સહિતના કેટલાંક કલાકારો મંગળવારે ભાજપમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે તેમને કેસરી ખેસ અને ટોપી પહેરાવી હતી. ભાજપમાં જોડાયેલા કલાકારોમાં સંગીત જગતના મૌલિક મહેતા, સુનીલ વિસરાની, સોનક વ્યાસ, આશીષ ક્રૂપાલા, મોસમ મહેતા, મલ્ખા મહેતા, પાયલ શાહ, કાર્તિક દવે સહિતનો સમાવેશ થાય છે. તેમણે ભાજપનો ખેસ અને ટોપી ધારણ કરીને હતી.
મનહન ઉધાસ જન્મ અમરેલીના સાવરકુંડલામાં થયો છે. મનહર ઉધાસે ગુજરાતી અને હિન્દી ભાષામાં ઘણી ગઝલોમાં પોતાનો સ્વર આપ્યો છે અને તેઓ બોલિવુડના પ્રખ્યાત પ્લેબક સિંગર છે. મનહર ઉધાસે 1969માં જીવનનું પ્રથમ ગીત રેકોર્ડ કર્યુ હતું. આ સાથે તેમણે ગુજરાતી, હિન્દી, બંગાળી, પંજાબીમાં ગીતો, ગઝલ અને સાંસ્કૃતિક ગીતો ગાઇને ખ્યાતિ મેળવી છે. મનહર ઉધાસે હિન્દી, ગુજરાતી સહિતની ભાષાઓમાં કુલ 300થી વધુ ફિલ્મોના ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. મનહર ઉધાસને ગઝલ સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે.