ભારતના કેટલાંક બેચલર્સ, માસ્ટર્સ અને ડોક્ટરેટ કોર્સિસને યુકેના આ કોર્સિસની સમકક્ષ ગણવામાં આવશે. તેનાથી ભારતની ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ યુકેમાં જોબ માટે લાયક ગણાવશે. ભારત અને યુકે વચ્ચે એકબીજાની હાયર એજ્યુકેશન ડિગ્રીને સત્તાવાર રીતે માન્યતા આપવા માટે એક સમજૂતીપત્ર પર ગુરુવારે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેનાથી ભારતના વિદ્યાર્થીઓ માટે બ્રિટનમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ લેવાનો ભારતના વિદ્યાર્થીઓ માટે માર્ગ મોકળો થશે.
આ એમઓયુ મુજબ ભારતીય સિનિયર સેકન્ડરી સ્કૂલ અથવા પ્રિ- યુનિવર્સિટી સર્ટિફિકેટને યુકેની હાયર એજ્યુકેશન સંસ્થાઓમાં પ્રવેશ માટે માન્ય ગમવામાં આવશે. તેવી જ રીતે ભારતમાંથી મેળવેલી કેટલીક બેચલર, માસ્ટર કે ડોક્ટરેટ ડિગ્રીને યુકેની ડિગ્રી સમકક્ષ ગણવામાં આવશે. એજ રીતે બ્રિટનના એ-લેવલ અને તેના સમકક્ષ તથા અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિર્ગી ભારતમાં માન્ય ગણાવશે. ગયા વર્ષે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિરિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન વચ્ચે સંમત થયેલ ઇન્ડિયા-યુકે એનહાન્સ્ડ ટ્રેડ પાર્ટનરશીપ હેઠળ આ એમઓયુ કરવામાં આવ્યા હતા.
ભારતીય વિદ્યાર્થીઓ હવે પોતાની મેળવેલી BA, MA, BSc કે MScની ડિગ્રી દ્વારા યુકેમાં પણ જોબ મેળવી શકશે. બંને દેશોની ચોક્કસ ડિગ્રીઓને હવે સમકક્ષ ગણવામાં આવશે. ભારતની યુનિવર્સિટીઓમાં કરેલા કેટલાક અભ્યાસક્રમ અત્યાર સુધી યુકેમાં માન્ય ન હતા જેના કારણે વિદેશમાં તે ડિગ્રીઓનો અર્થ રહેતો ન હતો. ભારત અને UK વચ્ચે ગુરુવારે એક MoU પર કરાર થયા હતા. મેડિકલ, એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર અને ફાર્મસી જેવી પ્રોફેશનલ ડિગ્રીને આ MoUમાંથી બાકાત રાખવામાં આવી છે.
વાણિજ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે જણાવ્યું કે ડોક્ટર, એન્જિનિર જેવી ડિગ્રીઓને યુકેમાં માન્યતા અપાવવા માટે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ મંત્રણા કરવામાં આવશે. સુબ્રમણ્યમે જણાવ્યું કે હવેથી યુકેની ડિગ્રીને ભારતીય ડિગ્રીની સમકક્ષ ગણવામાં આવશે. તમે ત્યાંથી ડિગ્રી મેળવીને અહીં રોજગાર મેળવી શકો છો. તેવી જ રીતે ભારતમાંથી BA, MA, BSc, Mscની ડિગ્રી મેળવી હોય તેને UKની ડિગ્રી સમકક્ષ ગણવામાં આવશે. તેમાં ઓનલાઈન કોર્સ દ્વારા મેળવવામાં આવેલી ડિગ્રી પણ સામેલ છે. આ એમઓયુ પ્રમાણે ભારતના એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને સમયગાળાને યુકેની હાયર એજ્યુકેશન સંસ્થાઓ દ્વારા માન્ય કરવામાં આવી છે. તેમણે કહ્યું કે રાજકીય ઉથલપાથલ વચ્ચે પણ બંને દેશો વચ્ચે ભાગીદારી વ્યવસ્થિત રીતે આગળ વધી રહી છે.
ભારત અને યુકે વચ્ચે કુલ ત્રણ MoU થયા છે જેમાં બંનેએ એક બીજાની અમુક ડિગ્રીઓને માન્યતા આપી છે. તેના કારણે ભારતીય વિદ્યાર્થીઓ માટે યુકે જઈને ઉચ્ચ અભ્યાસ કરવો તથા ત્યાં જોબ કરવી સરળ બનશે. ગયા વર્ષે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના તત્કાલિન વડાપ્રધાન બોરિસ જ્હોન્સન વચ્ચે કરાર થયા હતા. ભારત અને યુકે વચ્ચે હાલમાં 24 બિલિયન ડોલર કરતા વધારે ટ્રેડ થાય છે. યુકેમાં અત્યારે રાજકીય અસ્થિરતા હોવાના કારણે કેટલાક કરાર કરવામાં મોડું થયું છે.