ભારતમાં સોમવાર, 18 જુલાઈએ કેરળમાં મંકીપોક્સનો બીજો કેસ કેન્દ્ર સરકારે પોર્ટ અને એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સનું કડક હેલ્થ સ્ક્રીનિંગ કરવાનો આદેશ આપ્યો છે. કેરળના આરોગ્ય પ્રધાન જ્યોર્જે કહ્યું હતું કે કન્નુર જિલ્લામાં બીજા પોઝિટિવ કેસની પુષ્ટિ થઈ છે. કન્નુરના વતની 31 વર્ષીય વ્યક્તિને ચેપ લાગ્યો છે અને તે પરિયારામ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે. તે 13 જુલાઈના રોજ દુબઈથી પરત ફર્યો હતો.તેમના સેમ્પલ NIV પુણેમાં મોકલવામાં આવ્યા હતા અને તેઓ મંકીપોક્સ માટે પોઝિટિવ આવ્યા હતા.
જ્યોર્જે કહ્યું હતું કે દર્દીની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. તેની સાથે નજીકના સંપર્કમાં રહેલા લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ કેરળમાંથી 13 જુલાઈએ થઈ હતી. આ દર્દી પણ યુએઇમાંથી આવ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યના આરોગ્ય અધિકારીઓને જાહેર આરોગ્યની મદદ કરવા માટે ઉચ્ચ સ્તરીય ટીમને કેરળમાં મોકલી હતી.