અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં રવિવારે એક મોલમાં થયેલા ફાયરિંગમાં 3 લોકોના મોત થયા હતા અને 3 વ્યક્તિ ઘાયલ થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ગ્રીનવૂડ, ઇન્ડિયાનાના મેયર માર્ક મેયરે જણાવ્યું હતું કે ગ્રીનવૂડ પાર્ક મોલમાં માસ શૂટિંગની ઘટના બની હતી. તેમાં ત્રણના મોત થયા હતા અને ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતા. પોલીસે હુમલાખોરને ઠાર કર્યો હતો.
ગ્રીનવુડ પોલીસે પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં ગોળીબારના સાક્ષીઓને માહિતી માટે વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું હતું. બંદૂક હિંસા આર્કાઈવ અનુસાર, આ હુમલો અમેરિકામાં બંદૂકની હિંસાનું વધતુ જતું પ્રમાણ દર્શાવે છે. ફાયરિંગની ઘટનાને કારણે એક વર્ષમાં લગભગ 40,000 લોકોના મોત થાય છે.