વિદેશમાં રોજગાર માટે કટોકટીગ્રસ્ત દેશ છોડી વિદેશ જવા પાસપોર્ટ મેળવવા માટે બે દિવસથી લાઇનમાં ઉભી રહેલી શ્રીલંકાનના સેન્ટ્રલ હિલ્સની એક ગર્ભવતી મહિલાએ તા. 7 ના રોજ મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. કોલંબોમાં ઇમિગ્રેશન વિભાગમાં તૈનાત શ્રીલંકાના સૈન્યના કર્મચારીઓ કાસલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેણીએ બાળકને જન્મ આપ્યો હતો. દરમિયાન પેટ્રોલની લાઇનમાં રાહ જોઈ રહેલા અન્ય એક વ્યક્તિનું તા. 7ના રોજ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.