બ્રિટનના ભૂતપૂર્વ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ અને જેરેમી હન્ટે વડા પ્રધાન બનવા પોતાની બીડ જાહેર કરવા સાથે વર્તમાન કોર્પોરેશન ટેક્સનો દર 25 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાનું વચન આપ્યું હતું. જ્યારે જાવિદે કહ્યું હતું કે તે એપ્રિલમાં થયેલા સોસ્યલ સિક્યુરીટી યોગદાનમાં કરાયેલો વધારો રદ કરશે.
હંટે ડેઇલી ટેલિગ્રાફને જણાવ્યું હતું કે “આપણે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો પડશે, અર્થતંત્રમાં વૃદ્ધિ કરવી પડશે અને આગામી ચૂંટણી જીતવી પડશે.”
જાવિદે આગામી વર્ષ માટે આયોજિત 1 ટકાના આવકવેરાના ઘટાડાને વહેલો લાવવા અને ફ્યુઅલ ડ્યુટીમાં વધુ અસ્થાયી કાપ લાવવાનો વિચાર જાહેર કર્યો હતો.
હંટે પાંચ વર્ષ માટે દેશના સૌથી વંચિત ભાગોમાં બિઝનેસ રેટ્સ દૂર કરવાની ખાતરી આપી જૉન્સનના લેવલિંગ-અપ એજન્ડાની ટીકા કરી હતી. તેમણે ઑટમ બજેટમાં તાત્કાલિક ધોરણે 19 ટકાનો રેટ ઘટાડીને 15 ટકા કરવાનું વચન આપ્યું હતું.