India names 3 billionaires in Forbes list of Asia's philanthropists
Getty Images)

ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં બે બિલિયોનેર મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચે તીવ્ર સ્પર્ધા થવાની પૂરી શક્યતા છે. હાલમાં મુકેશ અંબાણીના વડપણની રિલાયન્સ જિયો દેશમાં ટેલિકોમ સર્વિસ ઓફર કરે છે. બીજી તરફ અદાણી ગ્રૂપે 5G સ્પેક્ટ્રમ ની હરાજીમાં ભાગ લેવા માટે તૈયારી કરી છે. 26 જુલાઈથી ભારત સરકારે ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજી શરૂ કરશે. હાલમાં ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોઇન આઇડિયા એમ મુખ્ય ત્રણ કંપનીઓ છે.

ટેલિકોમ વિભાગના જણાવ્યા અનુસાર તેને 5G સ્પેક્ટ્રમની હરાજી કરવા માટે ચાર કંપનીઓ તરફથી અરજીઓ મળી છે. તેમાં અદાણી ડેટા નેટવર્ક્સ લિમિટેડ, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ, વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલ લિમિટેડનો સમાવેશ થાય છે. નિષ્ણાતો કહે છે કે જો અદાણી પોતાના ઉપયોગ માટે સ્પેક્ટ્રમ ખરીદવા માંગતા હોત તો તે કેપ્ટિવ નોન-પબ્લિક નેટવર્ક પરમિટ લઈ શક્યા હોત, પરંતુ તેમણે મોંઘી હરાજીનો વિકલ્પ પસંદ કર્યો હતો. આના પરથી સ્પષ્ટ થાય છે કે અદાણી ભવિષ્યમાં ટેલિકોમ સેક્ટરમાં મોટા પાયે એન્ટ્રીની તૈયારી કરી રહ્યા છે.

અદાણી ગ્રૂપ જણાવે છે કે તે કન્ઝ્યુમર મોબિલિટી સ્પેસમાં પ્રવેશવાનો ઇરાદો ધરાવતું નથી અને કંપની સ્પેક્ટ્રમનો ઉપયોગ પોતાના ઉપયોગ માટે કરશે. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે ગૌતમ અદાણી ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં પ્રવેશી રહ્યાં છે. તેઓ મુકેશ અંબાણીની વ્યૂહરચના મુજબ આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. એટલે કે આગામી દિવસોમાં આ સેક્ટરમાં બંને વચ્ચે સીધી સ્પર્ધા થઈ શકે છે અને ગ્રાહકોને તેનો લાભ મળી શકે છે.

અદાણી ગ્રૂપ તેની પેટાકંપની અદાણી ડેટા નેટવર્ક્સ દ્વારા 5G હરાજીમાં ભાગ લેશે. આ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ગુજરાત વર્તુળમાં ILD, NLD અને ISP-B અધિકૃતતા સાથે યુનિફાઇડ લાયસન્સ માટે અદાણી ડેટા નેટવર્ક્સને લેટર ઓફ ઇન્ટેન્ટ જારી કર્યો છે.

યુનિફાઇડ લાયસન્સ અદાણી ગ્રૂપને ગુજરાત સર્કલમાં લાંબા અંતરના કોલ્સ અને ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવાની તક આપશે. રિલાયન્સે 2010માં ઈન્ફોટેલ બ્રોડબેન્ડ ખરીદીને ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ISP લાઇસન્સ હતું અને તેણે 2010ની હરાજીમાં 2300MHz સ્પેક્ટ્રમ ખરીદ્યું હતું. 2013 માં, સરકારે યુનિફાઇડ લાયસન્સ માટે અરજીઓ આમંત્રિત કરી અને રિલાયન્સને લાઇસન્સ મળ્યું હતું. આનાથી રિલાયન્સ જિયોને કોઈપણ સ્પેક્ટ્રમ પર ઇન્ટરકનેક્ટેડ વૉઇસ સેવાઓ ઑફર કરવાની તક મળી. રિલાયન્સે 2016માં જિયોએ લોન્ચ કરીને ભારતીય ટેલિકોમ સેક્ટરમાં અફરાતફરી સર્જી દીધી હતી.