વડા પ્રધાન બોરિસ જૉન્સન દ્વારા 2005થી નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયરના સાંસદ તરીકે સેવા આપતા શૈલેષ વારાની વરણી નોર્ધન આયર્લેન્ડના નવા સેક્રેટરી ઑફ ધ સ્ટેટ તરીકે કરવામાં આવી છે. તેમણે રાજીનામું આપનાર બ્રાન્ડોન લેવિસ પાસેથી આ પદ સંભાળ્યું છે.
આ અગાઉ શ્રી વારા, થેરેસા મેની સરકારમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર નોર્ધન આયર્લૅન્ડના તેમજ ડેવિડ કેમરનની સરકારમાં પાર્લામેન્ટરી અન્ડર-સેક્રેટરી ઑફ સ્ટેટ ફોર વર્ક એન્ડ પેન્શન તરીકે કામ કરી ચૂક્યા છે.
એક ટ્વીટમાં, શ્રી વારાએ જૉન્સન માટે પોતાનું સમર્થન વ્યક્ત કરી તેમણે “સાચો નિર્ણય” લીધો હોવાનું અને બ્રેક્સિટ, વેક્સીન રોલઆઉટ અને યુક્રેન જેવા કાર્યો કરી ઇતિહાસમાં તેમનું સ્થાન સુરક્ષિત કર્યું છે” તેમ જણાવ્યું હતું.
તેઓ 1980ના દાયકાથી કન્ઝર્વેટિવ પાર્ટી સાથે જોડાયેલા છે અને પાર્ટીના વાઇસ-ચેરમેન સહિત વિવિધ ભૂમિકાઓ નિભાવી છે.