યુકેની બેંક ઓફ ઈંગ્લેન્ડે કામદારોને ઊંચા વેતન માટેની તેમની માંગણીઓને છોડી દેવા આહવાન કર્યું હતું પરંતુ તેના રેટ-સેટર્સને 1 ટકાનો પગાર વધારો આપતા સેન્ટ્રલ બેંક પર લોકો રોષ ઠાલવી રહ્યા છે.
વાર્ષિક અહેવાલમાં બેંકે જણાવ્યું હતું કે ‘’અમારા વરિષ્ઠ કર્મચારીઓનો પગાર નાણાકીય વર્ષ 2021-22ના ફુગાવાના સરેરાશ દર કરતાં ઘણો ઓછો હતો અને તેમને 1 ટકાનો વધારો ઓફર કર્યો છે. બેંકના ગવર્નર એન્ડ્રુ બેઇલીએ સતત ત્રીજા વર્ષે £597,592ના કુલ પગારમાં વધારો લેવાનો ઇનકાર કર્યો હતો. બેઈલીએ આ વર્ષની શરૂઆતમાં કર્મચારીઓને વેતન નિયંત્રણ માટે હાકલ કરી ટ્રેડ યુનિયનોને નારાજ કર્યા હતા.
બેંકના વાર્ષિક અહેવાલમાં દર્શાવાયું છે કે ગયા નાણાકીય વર્ષમાં તેનું વેતન બિલ £107 મિલિયનથી ઘટીને £106 મિલિયન થયું છે. લઘુમતીઓને નોકરી પર રાખવાના પરિણામે તેનો વંશીય પગાર તફાવત 10.8 ટકાથી વધીને 10.9 ટકા થયો હતો.
જ્યારે ટ્રેડ ઇકોનોમિસ્ટ અને એકેડેમિક સ્વાતિ ઢીંગરા રેટ સેટીંગ MPCમાં ઓગસ્ટથી જોડાશે ત્યારે તેની વિવિધતાની રેન્કમાં વધારો થશે. તેઓ એમપીસીના એક્સટર્નલ મેમ્બર્સ તરીકે માઈકલ સોન્ડર્સનું સ્થાન લેશે અને સમિતિમાં તેઓ ત્રીજી મહિલા હશે. બેંકના બહારના બાહ્ય રેટસેટર્સને ગયા વર્ષે £158,100નો પગાર અપાયો હતો.