માલદીવની રાજધાની માલેમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે ગલોલ્હુ નેશનલ ફૂટબોલ સ્ટેડિયમમાં યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 100થી વધુ ઇસ્લામિક કટ્ટરપંથીઓના એક જૂથે સ્ટેડિયમ પર હુમલો કર્યો હતો. આ લોકોના હોબાળાને કારણે કાર્યક્રમ અધવચ્ચે જ અટકાવવો પડ્યો હતો. આ લોકોએ સ્થાનિક લોકો સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. પ્રેસિડન્ટ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા
કાર્યક્રમ દરમિયાન અચાનક 100થી વધુ લોકો ધ્વજ લઈને સ્ટેડિયમમાં દોડી આવ્યા હતા અને લોકોને ભગાડી દીધા હતા. આ દરમિયાન કટ્ટરપંથીઓએ સ્ટેડિયમમાં લગાવેલા યોગ સંબંધિત પોસ્ટર-બેનરો અને બોર્ડ તોડી નાખ્યા હતા. એટલું જ નહીં આ લોકોએ કેમેરામાં રેકોર્ડિંગ કરી રહેલા લોકો પર પણ હુમલો કર્યો હતો. મંગળવારે સવારે લગભગ 6.30 વાગ્યે કાર્યક્રમ શરૂ થતાં જ તોફાની તત્વો ત્યાં ધસી આવ્યા હતા. તેમને જોઈને ત્યાં યોગ કરવા આવેલા લોકો ડરીને ભાગવા લાગ્યા હતા. ટ્ટરપંથીઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કાર્યક્રમની મેજબાની કરી રહેલી સ્થાનિક સરકાર સામે નારાજ હતા.