ક્રિપ્ટોકરન્સીમાં વેચવાલી વધુ તીવ્ર બનતા બિટકોઇનના ભાવ શનિવારે 2020ના પછી પ્રથમ વખત 20,000 ડોલરથી નીચે ગબડ્યા છે. બિટકોઇનના ભાવ આશરે નવ ટકા તૂટીને 19,000થી નીચી સપાટીએ ઉતરી આવ્યા હતા, એમ કોઇનડેસ્કે જણાવ્યું હતું.
અગાઉ બિટકોઇને નવેમ્બર 2020માં 20,000 ડોલરની આ મહત્ત્વની મનોસંવદી સપાટી તોડી હતી. તે સમયે ભાવ 69,000 ડોલરના ઓલ ટાઇમ હાઇથી ગબડીને 20,000 ડોલરથી નીચે ગબડ્યા હતા. બિટકોઇનના ભાવ તેની ટોચની સપાટીથી આશરે 70 ટકાથી વધુ તૂટ્યા છે. બીજા ક્રમની સૌથી વધુ લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી ઇથેરિયમની પણ શનિવારે આવી જ હાલત થઈ હતી. વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો ફુગાવા સામે લડવા માટે વ્યાજદરમાં વધારો કરી રહી છે ત્યારે ક્રિપ્ટોકરન્સી જેવી જોખમી એસેટમાં ઉથલપાથલ મચી છે.