નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સોમવારે આશરે ત્રણ કલાક સુધી આકરી પૂછપરછ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રથમ રાઉન્ડની પૂછપરછ દરમિયાન રાહુલ ગાંધીને ભારતમાં અને વિદેશમાં તેમની સંપત્તિ અને બેન્ક એકાઉન્ટ અંગે પૂછપરછ કરવામાં આવી હતી.
આ અગાઉ રાહુલ ગાંધી મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓની હાજરીમાં ઇડીની ઓફિસે પહોંચ્યા હતા અને કોંગ્રેસના નેતાઓએ ધરણા કર્યા હતા.કોંગ્રેસના નેતાઓએ ઇડીને ઓફિસનો ઘેરવો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમની અટકાયત કરી હતી અને બસમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતા. કોંગ્રેસે રાહુલ ગાંધીની પૂછપરછનો વિરોધ કરવા માટે ઠેરઠેર વિરોધ પ્રદર્શનો કર્યાા હતા. કોંગ્રેસ દ્વારા દિલ્હી સહિત દેશની 25 ED ઓફિસ પર દેખાવો કરવામાં આવ્યાા હતા અને આ દેખાવોને ‘સત્યાગ્રહ’ નામ આપ્યું હતું. રાહુલ ગાંધી EDની ઓફિસ પહોંચ્યા ત્યારે તેમની સાથે બહેન પ્રિયંકા ગાંધી અને કાર્યકર્તાઓ હતા. જોકે, પોલીસે કોંગ્રેસના કાર્યકરોને EDની ઓફિસ જતા અટકાવ્યા હતા.