અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડની સુરક્ષામાં શનિવાર (4 જૂન)એ મોટી ચૂકની ઘટના બની હતી. ડેલાવેરના રેહોબોથ બીચ પર વેકેશન માણવા પહોંચેલા જો બાઈડનના વેકેશન હોમ પર એક અજાણ્યું વિમાન ઉડતું દેખાયું હતું. નો ફ્લાય ઝોનમાં આ વિમાન દેખાતાં સિક્રેટ સર્વિસ દ્વારા તાબડતોબ જો બાઈડનને સાવચેતીના પગલાં તરીકે સેફ હાઉસ મોકલવામાં આવ્યા હતા.
વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ બાઇડન અને ફર્સ્ટ લેડી સુરક્ષિત છે અને કોઇ એટેક થયો ન હતો.આ સ્મોલ પ્રાઇવેટ વિમાને વેકેશન હોમની ઉપર આવીને નો ફ્લાઈ ઝોનના નિયમનું ભૂલથી ઉલ્લંઘન કર્યું હતું.
યુએસ સિક્રેટ સર્વિસના પ્રવક્તા એન્થની ગુગ્લિલ્મીએ કહ્યું કે વિમાનને તાત્કાલિક નો ફ્લાઈ ઝોનમાંથી બહાર નીકાળવામાં આવ્યું હતુ. પ્રાથમિક તપાસ અનુસાર પાયલટની રેડિયો ચેનલ યોગ્ય નહોતી. તેને નિયમનું પાલન કર્યું ન હતું. તેણે ફ્લાઈટ ગાઈડલાઈન્સનું પણ પાલન નથી કર્યું. .