વડાપ્રધાનની આર્થિક સલાહકાર કાઉન્સિલે શહેરી બેરોજગારો માટે રોજગારી ગેરંટી યોજના અને યુનિવર્સિલ બેઝિક ઇનકમ સ્કીમ શરૂ કરવાની મહત્ત્વની ભલામણ કરી છે. કાઉન્સિલે ભારતમાં આવકની અસમાનતામાં ઘટાડો કરવા સામાજિક ક્ષેત્ર માટે વધુ ભંડોળની ફાળવણી કરવાનું પણ સૂચન કર્યું છે.
‘ભારતમાં અસમાનતાની સ્થિતિ’ નામનો હેવાલ કાઉન્સિલના ચેરમેન બિબેક જેબ્રોયે જારી કર્યો છે. તેમાં સૂચન કરાયું છે કે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં શ્રમિકોની ભાગીદારીના રેટ વચ્ચેના તફાવતને આધારે અમારી માન્યતા છે કે મનરેગા જેવી સ્કીમ શહેરી વિસ્તાર માટે ચાલુ કરવી જોઇએ, જેથી સરપ્લસ મજૂરોનું પુનર્વસન કરી શકાય.
લઘુતમ આવકમાં વધારો અને યુનિવર્સિલ બેઝિક ઇનકમની શરૂઆત જેવી કેટલીક ભલામણ છે જે આવકના તફાવતને ઘટાડી શકે અને શ્રમ બજારમાં આવકનું સમાન વિતરણ થઈ શકે છે. સૌથી મહત્ત્વનું એ છે કે સરકારે સામાજિક સેવાઓ અને સામાજિક ક્ષેત્ર માટે ખર્ચની ટકાવારીમાં વધારો કરવો જોઇએ, જેનાથી આકસ્મિક આંચકાથી સૌથી નબળા વર્ગના લોકોને રક્ષણ આપી શકાય. ગરીબીમાં વધારાને રોકી શકાય.
કાઉન્સિલે નોંધ્યું છે કે બહુપક્ષીય સંદર્ભમાં ગરીબીનો તાગ મેળવવાનું મહત્ત્વનું પાસુ ગરીબીમાં ઘકેલાતા અને તેમાંથી બહાર આવતા લોકોની સંખ્યા જાણવાનો છે. તેથી વર્ગ આધારિત તફાવત નક્કી કરવા માટે એર ટાઇટ સ્લેબ સ્થાપિત કરવા જોઇએ. તેનાથી એક વર્ગમાં થતા ફેરફાર તથા વર્ગ બહાર થતાં ફેરફારને જાણી શકાય