મહારાણીના શાસનની પ્લાટેનમ જ્યુબીલીની ઉજવણીને ગણ્યાગાંઠ્યા દિવસોની વાર છે ત્યારે 96 વર્ષના મહારાણીએ આજે સવારે પોતાના પુત્ર પ્રિન્સ એડવર્ડ સાથે લંડનના પેડિંગ્ટન સ્ટેશનની ઓચિંતી મુલાકાત લઇ લંડનની નવી એલિઝાબેથ અંડરગ્રાઉન્ડ રેલવે લાઇનનો શુભારંભ કર્યો હતો. તેમણે ઓઇસ્ટર કાર્ડને કેવી રીતે ટોપ અપ કરવું તે પણ શિખ્યું હતું.
પીળા પોશાકમાં સજ્જ, રાણી તા. 17ના રોજ સવારે 11.32 વાગ્યે પેડિંગ્ટન પહોંચ્યા હતા અને હૂંફાળું સ્મિત કરી પારદર્શક લિફ્ટમાંથી કાળજીપૂર્વક પગ મૂક્યો હતો. તેમણે એલિઝાબેથ લાઇનને ‘સત્તાવાર રીતે ખોલી’ હોવાનું જણાવતી તકતીનું અનાવરણ કર્યું હતું. લિફ્ટમાં જતા પહેલા સ્ટેશનમાં તેમણે 10 મિનિટ વિતાવી હતી અને ચાલ્યા ગયા હતા. તે પછી તેમના પુત્ર અર્લ એડવર્ડ દ્વારા પેડિંગ્ટનથી ટોટનહામ કોર્ટ રોડ સુધીની નવી રેલ્વેની પરત મુસાફરી કરાઇ હતી.
તેમના પુત્ર પ્રિન્સ એડવર્ડ નવી રેલવે લાઇનનો શુભારંભ કરનાર હતા પરંતુ તેમના આગમનના એક કલાક પહેલા કામદારોએ તકતી પર અનાવરણ કરનાર રાણીનું નામ લખ્યું હતું. 96 વર્ષીય મહારાણી ચાલવા માટે લાકડીનો ઉપયોગ કરતા દેખાયા હતા. તેમણે લીમીટેડ એડિશનનું એલિઝાબેથ લાઇન ઓઇસ્ટર કાર્ડ લીધું હતું જેમાં પહેલાથી જ રાણી માટે પાંચ પાઉન્ડ ટોપઅપ કરાયા હતા. ક્રોસરેલના એક કાર્યકરે બતાવ્યું હતું કે ટિકિટ મશીન કેવી રીતે કામ કરે છે.
પોતાની હરવા ફરવાની તકલીફને કારણે સ્ટેટ ઓપનિંગ સ્પીચમાં પાર્લામેન્ટ ખાતે હાજર નહિં રહેલા મહારાણી આ કાર્યક્રમમાં હાજર રહેશે તેની અગાઉથી જાહેરાત કરાઇ ન હતી. પરંતુ આયોજકોએ જણાવ્યું હતું કે તેઓ હાજરી આપે તેવી શક્યતા છે.
પ્રિન્સ એડવર્ડને પેડિંગ્ટન પાછા ફરવાના બીજા તબક્કા દરમિયાન ટ્રેન ડ્રાઇવરની કેબમાં ઊભા રહ્યા હતા અને ટ્રેન ડ્રાઇવર કેરીની સ્પિનોલા સાથે વાત કરી હતી. વડા પ્રધાન બોરિસ જૉન્સન, ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શૅપ્સ અને મેયર સાદિક ખાને પણ ટ્રેનમાં બેસીને થોડી થોડી મિનિટો વિતાવી હતી.