પાકિસ્તાનના પેશાવરમાં મસાલાની દુકાન ચલાવતા બે શીખ ભાઈઓની ગોળી મારીને હત્યા કરાઈ હતી. સુલજીત સિંહ અને રંજીત સિંહ નામના બે ભાઈઓ દુકાનમાં હતા ત્યારે મોટરસાયકલ પર આવેલા બે હુમલાખોરો તેમને ગોળી મારીને ભાગી ગયા હતા.
ખૈબર પખ્તૂનખાના મુખ્યપ્રધાને પણ આ ઘટના બાદ આકરી કાર્યવાહીના આદેશો આપીને કહ્યું છે કે, હુમલાખોરો ભાગી નહીં શકે.આ ઘટના શહેરની શાંતિને ડહોળવા માટેનો પ્રયાસ છે.
જોકે સરકાર ગમે તેટલા આશ્વાસન આપે પણ પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર નવી વાત નથી. આઠ મહિના પહેલા પણ આ જ રીતે સિખ વેપારી હકીમ સરદાર સતનામસિંહે પોતાની દવાની દુકાન પર બેઠા હતા ત્યારે હુમલાખોરોએ તેમની આ જ રીતે હત્યા કરી નાંખી હતી. એક અંદાજ પ્રમાણે પાકિસ્તાનના પેશાવર શહેરમાં સિખ સમુદાયની 15000 જેટલી વસતી છે અને મોટાભાગના લોકો વ્યવસાયી છે.