બ્રિટને રશિયા સામેના યુદ્ધમાં મદદ કરવા માટે ચાલુ નાણાકીય વર્ષમાં યુક્રેનને આશરે 1.3 બિલિયન પાઉન્ડની લશ્કરી સહાય આપવાની પ્રતિબદ્ધતા આપી છે. જી-7 દેશોના નેતાઓની યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમર ઝેલેન્સ્કી સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને રવિવારે આ જાહેરાત કરી હતી. બ્રિટનની આ વધારાની સહાય મારફત યુક્રેનને ઇલેક્ટ્રોનિક વોરફેર ઇક્વિપમેન્ટ, કાઉન્ટર બેટરી રડાર સિસ્ટમ, જીપીએસ જામિંગ ઇક્વિપમેન્ટ, નાઇટ વિઝન ડિવાઇસ સહિતની લશ્કરી કીટ પૂરી પાડવામાં આવશે.
યુરોપના વિજય દિવસની ઉજવણીના પ્રસંગે આ બેઠક યોજાઈ હતી. યુરોપના દેશોએ 8 મે 1045ના રોજ વિજય દિવસની ઉજવણી કરે છે. આ દિવસે બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો.