આગામી થોડા મહિનામાં ફરીથી કોમર્શિયલ ફ્લાઇટ ચાલુ કરવાની યોજના બનાવી રહેલી જેટ એરવેઝને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સિક્યોરિટી ક્લિયરન્સ આપ્યું છે. જાલાન-કાલરોક કોન્સોર્ટિયમ હાલમાં જેટ એરવેઝના નવા પ્રમોટર્સ છે. આ એરલાઇન્સ તેના જૂના અવતારમાં નરેશ ગોયલની માલિકીની હતી અને તે 17 એપ્રિલ 2019ના રોજ નાણાકીય સમસ્યાને કારણે બંધ થઈ ગઈ હતી. ગયા ગુરુવારે એરલાઇને ટેસ્ટ ફ્લાઇટ્નું ઉડ્ડયન કર્યું હતું. ટેસ્ટ ફ્લાઇટ એર ઓપરેટર સર્ટિફેકેટ મેળવવા માટેનું મહત્ત્વનું પગલું છે.
6મે 2022ના રોજ એરલાઇને મોકલેલા પત્રમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે માહિતી આપી હતી કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સિક્યોરિટી ક્લિયરન્સને બહાલી આપી છે. આ પત્રમાં જણાવાયું છે કે શિડ્યુલ્ડ ઓપરેટર પરમિટ માટે કંપનીની શેરહોલ્ડિંગ પેટર્નમાં ફેરફાર માટે સિક્યોરિટી ક્લિયરન્સ આપ્યું છે.