દેશમાં મહિલાઓમાં રોજગારીના પ્રમાણમાં છેલ્લાં ચાર વર્ષમાં માત્ર 3 ટકા વધારો થયો છે. 15થી 49 વર્ષના વયજૂથમાં આવતી માત્ર 32 ટકા પરણિત યુવતીઓ અને મહિલાઓ રોજગારી ધરાવે છે. આની સામે આ વયજૂથમાં આવેલા 98 ટકા પુરુષો રોજગારી ધરાવે છે. મહિલાઓના સંદર્ભમાં જોઇએ તો 83 ટકા મહિલાઓને રોકડમાં કમાણી થાય છે, જ્યારે 15 ટકા મહિલાઓને કોઇ મહેનતાણુ મેળતું નથી, એમ 2019થી 21 દરમિયાન હાથ ધરવામાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સરવે (NFHS)-5માં જણાવાયું છે.
આ વયજૂથની મહિલાઓમાં રોજગારીનો દર નજીવો વધીને 32 ટકા થયો છે, જે NFHS-4 સરવેમાં 31 ટકા હતો.
NFHSના તાજા સરવેમાં જણાવાયું છે કે રોજગારી ધરાવતા પુરુષની ટકાવારીમાં કોઇ ફેરફાર થયો નથી. જોકે કમાણી કરતાં પુરુષોનું પ્રમાણ 91 ટકાથી વધીને 95 ટકા થયું છે. 15થી 49ના વયજૂથમાં આવતી વિવાહિત યુવતીઓ અને મહિલાઓમાંથી માત્ર 32 ટકા નોકરી કરે છે. આની સામે આ વયજૂથના 98 ટકા પરણિત પુરુષો રોજગારી ધરાવે છે.
રોજગારી ધરાવતી યુવતીઓ અને મહિલામાંથી 83 ટકાને રોકડમાં મહેનતાણુ મળે છે. આમાંથી 8 ટકાને કેશ અને કોઇ વસ્તુ કે સેવાના રૂપમાં કામનું વળતર મળે છે. 15 ટકા મહિલાઓને તેમના કામ માટે કોઇ મહેનતાણુ મળતું નથી.
રોજગારી ધરાવતા 95 ટકા પુરુષોની રોકડમાં મહેનતાણુ મળે છે, જ્યારે માત્ર ટકા પુરુષોને કોઇ મહેનતાણુ મળતું નથી.
રોજગારી ધરાવતી 15થી 19 વર્ષના વયજૂથમાં આવતી યુવતીઓ અને મહિલાઓમાંથી 22 ટકાનો તેમને કામના કોઇ વળતર મળતું નથી. 25 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની મહિલાઓના કિસ્સામાં આ રેશિયો ઘટીને 13થી 17 ટકા છે.
સરવેમાં જણાવ્યા અનુસાર પોતાની કમાણી અંગેના નિર્ણયોમાં મહિલાઓની ભાગીદારી ચાર વર્ષના સમયગાળામાં 82 ટકાથી વધીને 85 ટકા થઈ છે. જોકે પોતાના પતિ જેટલી જ અથવા તેનાથી વધુ કમાણી કરતી મહિલાઓની ટકાવારી 40 ટકાથી વધીને 42 ટકા થઈ છે.
NHFSના સરવેમાં 28 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોની આશરે 7.24 લાખ મહિલા આશરે 1.02 લાખ પુરુષોની આવરી લેવામાં આવ્યા હતા.