યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં સુધારા બાદ કાયમી સભ્યપદ માટેના પ્રયાસો અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપમાં ભારતની એન્ટ્રીને સમર્થન આપવાની ફ્રાન્સે ફરી પ્રતિબદ્ધતા જાહેર કરી છે, એમ વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચેની બેઠક બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે બુધવાર, 4મેએ દ્રિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બંને નેતા ભારત ફ્રાંસ પાર્ટનરશીપ માટે મહત્વાકાંક્ષી એજન્ડા તૈયાર કરવા માટે સહમત થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સની મુલાકાત દરમિયાન ફ્રાન્સે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (NSG)માં ભારતના સમાવેશ માટેના તેના સમર્થનને રિપિટ કર્યુ હતુ. NSG માં સામેલ થવાથી ભારતની પરમાણુ શક્તિ ઝડપથી વધવાની અપેક્ષા છે. આ સાથે જ ભારત અને ફ્રાન્સ G-20 ડ્રાફ્ટ હેઠળ મજબૂત સહયોગ જાળવવા માટે સંમત થયા છે. ભારતે જણાવ્યું હતું કે, તે NSGમાં સામેલ થવાના તેમના પ્રયાસો પર નિર્ણય પર પહોંચવા માટે સભ્ય દેશો સાથે વાતચીત કરશે.
NSGમાં 48 દેશોનો સમાવેશ થાય છે, જે પરમાણુ ટેકનોલોજી અને પરમાણુ સામગ્રીના વેપાર અને ટ્રાન્સફરને નિયંત્રિત કરે છે, તેમજ પરમાણુ શસ્ત્રોના અપ્રસારમાં પણ સહકાર આપે છે. ચીને ભારતના NSGમાં સામેલ થવાનો વિરોધ કર્યો છે. તેની દલીલ છે કે, ભારતે પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર નહોતા કર્યા. એનએસજી સર્વસંમતિના સિદ્ધાંતને અનુસરતા હોવાથી ચીનના વિરોધને કારણે ભારત માટે જૂથમાં જોડાવું મુશ્કેલ બન્યું છે.
ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારા અને તેમાં ભારતની કાયમી સભ્યપદના પ્રયાસોને સમર્થન આપ્યું છે. બંને નેતાની બેઠક બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. ભારત લાંબા સમયથી સુરક્ષા પરિષદમાં સુધારાની માંગ કરી રહ્યું છે અને કહે છે કે,તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવાને લાયક છે. સુરક્ષા પરિષદમાં 5 હકદાર છે. વિશ્વ સંસ્થામાં દસ અસ્થાયી સભ્યો છે, જેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા બે વર્ષની મુદત માટે ચૂંટાય છે. રશિયા, ચીન, બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકા તેના કાયમી સભ્યો છે. ફક્ત આ સ્થાયી દેશો પાસે વીટોની પાવર છે