Adani dispute: Govt agrees to form committee for shareholders
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા (istockphoto.com)

સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે ડોક્ટર્સ અને હેલ્થકેર સર્વિસિસને 2019ના ગ્રાહક સુરક્ષા ધારાના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવેલી નથી. આ અંગે સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. બોમ્બે હાઇકોર્ટે પણ તેના ચુકાદામાં જણાવ્યું હતું કે ડોક્ટર્સ અને હેલ્થકેર સર્વિસ પ્રોવાઇડર્સને ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ આવરી લેવામાં આવેલા છે. સુપ્રીમ કોર્ટે આ અંગેની જાહેર હિતની અરજી (પીઆઇએલ)ને ઇરાદાપૂર્વકની અરજી ગણાવી હતી.

મેડિકોસ લિગલ એક્શન ગ્રૂપ નામના એનજીઓએ આ અરજી કરતી હતી. અરજકર્તા વતી સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ લુથરાએ દલીલ કરી હતી કે 1986ના કાયદામાં સર્વિસની વ્યાખ્યામાં હેલ્થકેરનો ઉલ્લેખ નથી. નવા ધારામાં હેલ્થકેરનો સમાવેશ કરવાની દરખાસ્ત હોવા છતાં વાસ્તવતમાં તેનો સર્વિસની વ્યાખ્યામાં સમાવેશ થયો ન હતો.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે કાયદો કોઇપણ પ્રકારની સર્વિસનો ઉલ્લેખ કરે છે અને સર્વિસની વ્યાખ્યા પૂરતી વ્યાપક છે અને જો સંસદ તેને બાકાત રાખવા માગતી હોત તો સંસદે સ્પષ્ટ રીતે જોગવાઈ કરી હોત. ન્યાયમૂર્તિ ચન્દ્રચુડે જણાવ્યું હતું કે હકીકતમાં તમારા ક્લાયન્ટે પોતાના હિતને જ નુકસાન કર્યું છે. ડોક્ટર્સ સામે બેદરકારીના કેટલાંક કેસ થયા છે અને તેમણે આ જાહેર હિતની અરજી કરવાની ફરજ પાડી છે. આ ઇરાદાપૂર્વકની પીઆઇએલ છે.

સુપ્રીમની ખંડપીઠે જણાવ્યું હતું કે હેલ્થકેરને શા માટે દૂર કરવામાં આવી હતી તેનું કારણ એ છે કે સર્વિસની વ્યાખ્યા પૂરતા પ્રમાણમાં વ્યાપક છે અને સંસદમાં પ્રધાનનું પ્રવચન કાયદામાં સ્પષ્ટ આલેખિત બાબતને નિયંત્રિત કરી શકે નહીં. જસ્ટિસ ચંદ્રચુડે તેમના તાજેતરના ચુકાદાનું ઉદાહરણ ટાંકીને જણાવ્યું હતું કે આવો કિસ્સો ટેલિકોમ સર્વિસ સંબંધિત હતો. ટેલિકોમનો 1986ના કાયદામાં સમાવેશ નથી, પરંતુ કોર્ટે જણાવ્યું હતું કે ટેલિકોમ પણ સર્વિસની વ્યાખ્યા હેઠળ આવે છે.

કોર્ટે જણાવ્યું હતું કે તમે ઉલ્લેખ કરી રહ્યાં છો તે પ્રધાનનું પ્રવચન ખૂબ સાવચેત છે. અમે હાઇકોર્ટના ચુકાદાને બહાલી આપીએ છીએ અને તમારે ચાર સપ્તાહમાં આ પેનલ્ટી ભરવી પડશે.

જાહેર હિતની અરજીને ફગાવી દેતા બોમ્બે હાઇકોર્ટે ગયા વર્ષે ચુકાદો આપ્યો હતો કે 1986 અને 2019ના કાયદા હેઠળ સર્વિસિસની વ્યાખ્યામાં કોઇ મોટો તફાવત નથી, કારણ કે 1986ના કાયદામાં પણ હેલ્થકેર સર્વિસનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. હાઇકોર્ટે આ એનજીઓને રૂ.50,000નો દંડ ફટકાર્યો હતો.