ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના રહેવાસી યુવક સાથે અમેરિકાની યુવતીએે હિંદુ વિધિથી લગ્ન કર્યાં છે. તાલાલાના બલદેવ આહીર અને અમેરિકાની એલિઝાબેથ ફેસબુક મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને બાદમાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. અને એલિઝાબેથ અને બલદેવના પરિવારના લોકોએ સંબંધને મંજૂરી આપતાં બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
ગીર પંથકના તાલાલમાં રહેતાં બલદેવ આહિરે બીએસસીનો અભ્ચાય કર્યાં બાદ લંડનમાંથી એમબીએનો અભ્યાસ કર્યો છે. 2014માં લંડનમાં એમબીએ પૂર્ણ કર્યાં બાદ તે સ્વદેશ પરત ફર્યો હતો અને જોબ કન્સલ્ટન્ટનો બિઝનેસ શરૂ કર્યું હતો. વર્ષ 2019માં બલદેવ આહિરે અમેરિકાની એલિઝાબેથ નામની યુવતીને ફેસબુક પર સંપર્ક થયો હતો. અને બંનેએ મેસેન્જર પર વાતચીત શરૂ કરી હતી. તેનાથી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
મીડિયા સાથેની વાતચીતમાં બલદેવની બહેને જણાવ્યું હતું કે, અમે વાતચીત કરી ત્યારે એલિઝાબેથે પ્રશ્ન કર્યો હતો કે, હું તારી સાથે લગ્ન કરી તને અમેરિકા લઈ જાઉં તો તમારી માતાનું શું થશે? આમ એલિઝાબેથની પરિવાર પ્રત્યેની લાગણી જોઈ બલદેવના પરિવારે લગ્ન માટે મંજૂરી આપી દીધી હતી. બાદમાં એલિઝાબેથે ભારત લગ્ન માટે ભારત આવી હતી. બલદેવ અને એલિઝાબેથે પ્રથમ રજિસ્ટર મેરેજ કર્યાં હતા અને બાદમાં ગીર ખાતે હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતા.