રશિયાએ અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસ, ફેસબુકના માર્ક ઝુકરબર્ગ સહિત 27 અગ્રણી અમેરિકનો તેમજ કેનેડાના અધિકારીઓ, પત્રકારો સહિત 61 નાગરિકો સામે પ્રવાસ પ્રતિબંધો લાદયા છે. અગ્રણી અમેરિકનોમાં એબીસી ન્યૂઝના જ્યોર્જ ઇગ્નાટિસ, મેડૂઝા ન્યૂઝના કેવિન રોશરોક અને અન્ય સંરક્ષણ અધિકારીઓનો સમાવેશ થાય છે.
રશિયા યુક્રેન યુદ્ધ 57મા દિવસમાં પ્રવેશ્યું છે ત્યારે બ્રિટને રશિયન લશ્કરી જનરલોને ધ્યાનમાં રાખીને નવા 26 પ્રતિબંધો જાહેર કર્યા હતા. કીવ ઉપર કબજો મેળવવામાં નિષ્ફળ રશિયાએ સપ્તાહના પ્રારંભે પૂર્વ યુક્રેનમાં યુદ્ધના બીજા તબક્કાની જાહેરાત કરી હતી.