ભારતની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ફરી વધારાને પગલે માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યું છે. અગાઉ કોરોના લગભગ ગાયબ થઈ જવા જેવી સ્થિતિ બની હતી ત્યારે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે લોકોને માસ્કથી મુક્તિ આપી દીધી હતી. માસ્ક પહેરવાનું દિલ્હીમાં ફરજિયાત કરવાની સાથે ના પહેરનારા લોકોને મોટો દંડ ફટકારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. બુધવાર, 20 એપ્રિલે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની દિલ્હીમાં મળેલી બેઠક દરમિયાન માસ્ક પહેરવાનું ફરિયાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવેથી દિલ્હીમાં માસ્કથી મુક્તિ મળ્યા બાદ ફરી એકવાર માસ્કના નિયમનું ઉલ્લંઘન કરનારી વ્યક્તિને રૂ.500નો દંડ ફટકારવામાં આવશે. બીજી તરફ સ્કૂલો બંધ નહીં કરવાનો પણ નિર્ણય DDMAની બેઠકમાં લેવામાં આવ્યો છે. સ્કૂલો ચાલુ રાખવા અંગે એક્સપર્ટ પાસેથી લેવામાં આવેલી સલાહના આધારે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. નવા કેસમાં વધારાને કારણે પોઝિટિવિટી રેટ 11થી 18 એપ્રિલ દરમિયાન ત્રણ ગણો વધારો થયો છે 11 એપ્રિલે પોઝિટિવિટી રેટ 2.70 ટકા હતો જે 15 એપ્રિલે 3.95 ટકા 16 એપ્રિલે 5.33 ટકા થયો હતો.આ રેટ 18 એપ્રિલે7.7 ટકાએ પહોંચ્યો હતો
દિલ્હી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર બુધવાર, 20 એપ્રિલે દિલ્હીમાં કોરોનાના નવા 632 કેસ સામે આવ્યા છે રાજધાનીમાં કેસની સંખ્યામાં વધારો થતા કેન્દ્ર સરકારે દિલ્હી સરકારને એલર્ટ કરી હતી. કેન્દ્રએ દિલ્હી સહિત ઉત્તરપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને મિઝોરમમાં કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા માટે નજર રાખવા અને ચિંતાવાળા વિસ્તારોમાં જરૂર પડે યોગ્ય પગલા ભરવાની સલાહ આપી છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે એક પત્રમાં દિલ્હી અને અન્ય ચાર રાજ્યોને “ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રેસિંગની સાથે રસીકરણ અને કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય” તે દિશામાં જરુરી પગલા ભરવા માટે જણાવ્યું છે. આ સાથે પત્રમાં ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવા અંગે વધુ ભાર આપવા માટે જણાવવામાં આવ્યું છે.
ભારતમાં કોરોનાના નવા 1,247 કેસ
ભારતમાં કોરોનાના કેસમાં ફરી વધારાનો ટ્રેન્ડ છે. દેશમાં 19 એપ્રિલે કોરોનાના નવા 1247 નવા કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું આની સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને આશરે ૪.30 કરોડ થયા હતા અને મૃત્યુઆંક વધીને આશરે 5.21 લાખ થયો હતો નવા કેસમાં વધારાને કારણે એક્ટિવ કેસની સંખ્યા વધીને 11860 થઈ હતી હાલમાં એક્ટિવ કેસ નું પ્રમાણ વધીને કુલ કેસના 0.03% થયું હતું જ્યારે રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 98. 76 ટકા એ સ્થિર રહ્યો હતો છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં 318 નો વધારો થયો હતો ડેઇલી પોઝિટિવિટી રેટ 0. 31 ટકા અને વિકલી પોઝિટિવિટી રેટ0.34 ટકા રહ્યો હતો.