આઈપીએલની 15મી સિઝનની 25મી મેચ પહેલા આઈપીએલ 2022માં કોરોના વાયરસનો પહેલો કેસ નોંધાયો છે. દિલ્હી કેપિટલ્સ ટીમના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યા છે.
IPL દ્વારા જારી કરાયેલા મીડિયા અપડેટમાં જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી કેપિટલ્સના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ કોવિડ-19ના ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યા છે અને હાલમાં તે આઈસોલેશનમાં છે. હાલમાં દિલ્હી કેપિટલ્સની મેડિકલ ટીમ તેમની નજીકથી નજર રાખી રહી છે. હાલમાં, તે ટીમ સાથે મુસાફરી કરશે નહીં અને તે ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી ક્વોરન્ટાઇનમાં રહી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે IPL 2020ની આખી સિઝન યુએઇમાં રમાઈ હતી, જ્યારે IPL 2021ની અડધી સિઝન કોરોનાના કેસને કારણે સ્થગિત કરવી પડી હતી. IPL 2021નો પહેલો ભાગ ભારતમાં રમાયો હતો, જ્યારે IPLની 14મી સિઝનનો બીજો ભાગ યુએઇમાં યોજાયો હતો.