The Most Exciting Eid

મુસ્લિમોના પવિત્ર પર્વ ઇદ પહેલા કેટલીક રાતો બાકી છે ત્યારે સફા ઈદ-અલ-ફિત્ર માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેણે પોતાના હાથ પર મહેંદીની પેટર્ન દોરાવી છે, તેને ઇદ પર્વે ઘર સજાવવું અને બિરયાની, કબાબ અને સમોસા ખાવાનું પસંદ છે. તેને માટે ઇદ એક સંપૂર્ણ દિવસ છે. તેને ઇદ પ્રસંગે મળેલી ભેટો ખોલવાનું પણ ગમે છે. તેણીને ચળકતી ગુલાબી સાયકલ ભેટમાં આપવામાં આવી છે. જે એકમાત્ર વસ્તુને તે પોતાની પિતરાઈ બહેન, એલિસા સાથે સંપૂર્ણપણે શેર કરવા માંગતી નથી.

જ્યારે તેની માતા તેને તમામ પડોશીઓને ઈદની સ્વાદિષ્ટ વસ્તુઓ ભેટ આપવા માટે લઈ જાય છે, ત્યારે સફાને ખ્યાલ આવે છે કે અન્યને ખુશ કરવા કેટલું અદ્ભુત છે…અને તે એલિસા સુધી પણ ભેટ પહોંચાડવા માંગશે. છેવટે, જે ઇદને રોમાંચક બનાવે છે, આપણે જેને પ્રેમ કરીએ છીએ તે લોકો સાથે ખાસ પળો શેર કરવી છે.

નાના બાળકોને ઈદના સાચા અર્થનો પરિચય કરાવવા માટે આ સુંદર સચિત્ર પુસ્તક છે. આ પુસ્તક પોતાની પાસે જે પણ છે તેને શેર કરવા માટે હૃદયસ્પર્શી સંદેશ ધરાવે છે. તેમાં ઈદની વિવિધ પરંપરાઓ, ખોરાક અને શુભેચ્છાઓ શામેલ છે.

આ પુસ્તક 3થી 6 વર્ષના બાળકો માટે છે. જેમાં ઇદ વિષે ખૂબ જ સુંદર રીતે સચિત્ર માહિતી આપવામાં આવી છે. જેથી તે નાના બાળકોને પણ સમજાઇ શકે. આ પુસ્તકમાં પોતાની વસ્તુઓ કઇ રીતે વહેંચવી તેનો હ્રદયસ્પર્શી સંદેશ વહેંચવામાં આવ્યો છે. આ દેશનાં વસતા 2.5 મિલિયન મુસ્લિમો દ્વારા ઇદ ઉપરાંત ઇદની પરંપરાઓ, ભોજન અને ગ્રીટીંગ્સ વિષે માહિતી આપવામાં આવી છે.

લેખક પરિચય:

ઝેબા તલખાની ‘માય પાસ્ટ ઈઝ અ ફોરેન કન્ટ્રી’ના લેખક છે. તેઓ પોતાને એક મુસ્લિમ નારીવાદી તરીકે ઓળખાવે છે. તેમની ધ ટાઈમ્સ, વોગ અને સ્ટાઈલિશ મેગેઝિન ઉપરાંત હિલેરી ક્લિંન્ટન દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. તેઓ સાઉથ ઇન્ડિયાના સીરસીમાં જન્મેલા છે અને હાલમાં પોતાના પતિ સાથે લંડનમાં વસે છે. આ બાળકો માટેનું તેમનું પ્રથમ પુસ્તક છે. આપ તેમનો @ZebaTalk પર સંપર્ક કરી શકો છો.

પુસ્તકમાં મનમોહક તસવીરો દ્વારા મન જીતી લેનાર ઇલસ્ટ્રેટર આબીહા તારિક પાકિસ્તાની-આઇરીશ ફ્રીલાન્સ ઇલસ્ટ્રેટટર છે અને હાલ યુકેમાં રહે છે. તેઓ હાથમાં ક્રેયોન પકડી શકે તે ઉંમરથી ચિત્રો દોરે છે. 2020માં તેઓ ઇલસ્ટ્રેશન માટે FAB પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટેડ થયા હતા. એક શિક્ષક તરીકે કામ કરતા અબિહાને ગીટાર, બિરીયાની અને તમામ પ્રકારના પોપ કલ્ચર ગમે છે. તમે તેમને abeehatariq.com અને @AbeehaTariqArt પર સંપર્ક કરી શકો છો.

-0000000

Book: The Most Exciting Eid

Publisher: Scholastic

Author: Zeba Talkhani

Illustrator: Abeeha Tariq
Price: £6.99