ઇન્સ્યરંશ કંપની એડમિરલે દાવો કર્યો છે કે કારની સ્ટીરિયો સિસ્ટમ, એલોય વ્હીલ, કેટલીક કન્વર્ટર બાદ હવે ચોરોએ કારની એરબેગની ચોરી કરવાનું શરૂ કર્યું છે. જે વાહનચાલકોની સુરક્ષાને જોખમમાં મૂકશે. ચોરો આ એરબેગ્સને વેચી દે છે જેને અન્ય વાહનમાં ફીટ કરવામાં આવે છે.
સ્ટિયરિંગ વ્હીલ અને એરબેગની ચોરીના દાવાઓ છેલ્લા વર્ષમાં વાર્ષિક ધોરણે 68 ટકા વધ્યા છે અને દર મહિને લગભગ 20 ચોરીઓ થાય છે. એરબેગ્સ બનાવતી ફેક્ટરીઓ રોગચાળાથી પ્રભાવિત થતા કે કાયમી ધોરણે બંધ થતા આમ થઇ રહ્યું છે. ચોરાયેલી એરબેગ £200 અને £500 ની વચ્ચે વેચાય છે. ચોરો સૌથી વધુ BMW, ફોર્ડ્સ, મર્સિડીઝ-બેન્ઝ અને લેન્ડ રોવર્સને નિશાન બનાવે છે.
ચોરો દ્વારા દૂર કરાયેલી અને ઓછા અનુભવી મિકેનિક્સ દ્વારા ફીટ કરાયેલી એરબેગ્સ જોખમી છે.