વિશ્વના સૌથી ધનાઢ્ય ઇલોન મસ્કે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટરને હસ્તગત કરવા માટે 43 બિલિયન ડોલરની ઓફર કરી રહી છે. ટેસ્લા અને સ્પેસએક્સના સ્થાપક પ્રમોટર મસ્કે ટ્વીટરનું હોસ્ટાઈલ ટેકઓવર કરવાનો પ્રયાસ કર્યો છે. આ સોશિયલ મીડિયા સાઇટના બોર્ડમાં સભ્યપદનો ઇનકાર કર્યા બાદ મસ્કે આ ઓફર કરી છે.
14મી એપ્રિલના નિયમનકારી માહિતી અનુસાર આ ઓફરમાં મસ્કે ટ્વીટરને 54.20 ડોલર પ્રતિ શેરના ભાવે કેશમાં ખરીદવાની ઓફર કરી છે. ટ્વીટરના ચેરમેન બ્રેટ ટેલરને લખેલા પત્રમાં મસ્કે જણાવ્યું હતું કે મારા રોકાણ પછી મને હવે લાગે છે કે કંપની તેના હાલના સ્વરૂપમાં પ્રગતિ પણ નહીં કરી શકે અને સામાજિક જવાબદારી પણ નહીં નીભાવી શકે. ટ્વીટરને ખાનગી કંપનીમાં ટ્રાન્સફર કરવાની જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે મારી ઓફર શ્રેષ્ઠ અને અંતિમ છે. જો તે સ્વીકારવામાં નહીં આવે તો મારે શેરહોલ્ડર તરીકે મારી ભૂમિકાની ફેરવિચારણા કરવી પડશે.
મસ્ક દ્વારા ઓફર કરવામાં આવેલ ભાવ 54.20 ડોલર પ્રતિ શેર પહેલી એપ્રિલે મસ્કે 9% પરોક્ષ હિસ્સો ખરીદ્યો હતો તે દિવસના બંધ ભાવથી 38% પ્રીમિયમે છે. આ ઓફર નોનબાઈડિંગ છે અને તમામ સરકારી રેગ્યુલેટરી મંજૂરીઓને આધીન છે.
કંપની મસ્કમાં પોતાનું મૂડીરોકાણ કરતા રહે છે અને જરૂર પડ્યે તેમાં વધારે શેરની ખરીદી કરે છે અને ઘટાડી પણ શકે છે. આ અંગે ટ્વીટરના બોર્ડ સાથે ચર્ચા શરૂ કરી છે. 5મી એપ્રિલે મસ્ક દ્વારા આ ઓફર કરવામાં આવી હતી અને 11મી એપ્રિલે આ પ્રસ્તાવિત સોદામાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ટ્વીટરનું હાલનું વેલ્યુએશન 34.94 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે.