ગુજરાતનો પ્રથમ ટાઈગર સફારી પાર્ક ડાંગમાં ઉભો કરાશે. રાજ્યના વન વિભાગે ટાઈગર સફારી માટે સાપુતારા પાસેની સમઢણ રેન્જ પસંદ કરી છે. ગુજરાત દેશનું એક માત્ર પશ્ચિમ રાજ્ય એવું છે કે જ્યાં વાઘ જોવા મળતા નથી. જોકે, હવે અહીં સફારી પાર્કની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.
વન વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, “શરુઆતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 25 કિલોમીટર દૂર તિલકવાડામાં સફારી પાર્ક બનાવવાનો પ્લાન બન્યો હતો. જોકે, આ પછી અહીં પ્રાણી સંગ્રહાલય બનાવીને દુનિયાભરના પ્રાણીઓને એક જગ્યા પર એકઠા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેથી પ્રવાસન સ્થળનો વિકાસ થાય. આ પછી અહીં સફારી પાર્ક વિકસાવવાનો વિચાર પડતો મૂકવામાં આવ્યો હતો.”
અંતિમ દરખાસ્તમાં આહવા-ડાંગના ઝાખના અને જોબરી ગામની 28.96 હેક્ટર જમીન નિશ્ચિત કરવામાં આવી છે. અહીં કઈ રીતે સફારી પાર્ક ઉભો કરી શકાય તે માટેનો પ્લાન તૈયાર કરવામાં આવશે.